ગુજરાતમાં આ સ્થળોએ પાનના ગલ્લા બંધ કરવાનો આદેશ...જાણો
ગુજરાતમાં કોરોના સંક્રમણને લઈને જનતા કર્ફ્યું દરમિયાનથી જ પાનના ગલ્લા બંધ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો હતો ત્યારબાદ લોકડાઉન દરમિયાન પણ પાન- મસાલા અને ગલ્લાનો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો.ત્યારે ધીમે ધીમે અનલોક તરફ આગળ વધતા સરકારે પાનના ગલ્લાઓને શરતી છૂટ આપી છે. જેનાથી વ્યસનીઓ અને પાન
ગુજરાતમાં કોરોના સંક્રમણને લઈને જનતા કર્ફ્યું દરમિયાનથી જ પાનના ગલ્લા બંધ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો હતો ત્યારબાદ લોકડાઉન દરમિયાન પણ પાન- મસાલા અને ગલ્લાનો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો.

ત્યારે ધીમે ધીમે અનલોક તરફ આગળ વધતા સરકારે પાનના ગલ્લાઓને શરતી છૂટ આપી છે. જેનાથી વ્યસનીઓ અને પાન -મસાલાના બંધાણીઓને રાહત થઇ હતી. લોકડાઉન દરમિયાન પણ પાન- મસાલા, ગુટખા અને તેની બનાવટોના કાળા બજાર થતા હોવાના ઘણા સમાચારો આવ્યા હતા.

આ પરિસ્થિતિ વચ્ચે ગુજરાતના આરોગ્ય અગર સચિવ જયંતી રવીએ કહ્યું હતું કે, ''જે વિસ્તારોમાં કેસ વધશે ત્યાં પાન- મસાલાની દુકાનો બંધ કરીશું. જેને લઈને પાન- મસાલાના બંધાણીઓએ સ્ટોક કરવાનું શરુ કર્યું છે."

તો આજે જ સુરતમાં કતારગામ ઝોન, વરાછા એ ઝોન, વરાછા બી ઝોન, સરથાણા પાન- ગલ્લા -લારી પર પ્રતિબંધ મુકાયો છે. આ સ્થળો પર કોરોનાના કેસો વધવાને કારણે ૭ દિવસ માટે મ્યુનિસિપલ કમિશ્નરે પ્રતિબંધ મુક્યો છે.

તો સુરત શહેરના અન્ય વિસ્તારના પાનના ગલ્લાઓ પર પણ ત્રણથી વધુ વ્યક્તિઓને ભેગા થવા ઉપર મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com