25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

કોરોના કહેર વચ્ચે ખાનગી શાળાઓની મનમાની યથાવત, શાળાની મનમાનીને લઈને NSUI મેદાને...

રાજ્યમાં કોરોનાના કારણે બે મહિના જેટલું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને હવે ધીરે-ધીરે અનલોક અમલી કરાઈ રહ્યું છે. જો કે હજી પણ રાજ્યમાં અનેક લોકોની આર્થિક સ્થિતિ સ્થિર થઈ નથી.. છતાં કેટલીક ખાનગી શાળાઓ બેફામ બની વાલીઓને ફી બાબતે વારંવાર ટકોર કરી રહી છે. મહત્વનું છે કે આવી કપરી પરિસ

રાજ્યમાં કોરોનાના કારણે બે મહિના જેટલું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને હવે ધીરે-ધીરે અનલોક અમલી કરાઈ રહ્યું છે. જો કે હજી પણ રાજ્યમાં અનેક લોકોની આર્થિક સ્થિતિ સ્થિર થઈ નથી.. છતાં કેટલીક ખાનગી શાળાઓ બેફામ બની વાલીઓને ફી બાબતે વારંવાર ટકોર કરી રહી છે. મહત્વનું છે કે આવી કપરી પરિસ્થિતિમાં પણ અમદાવાદની ખાનગી શાળાઓની મનમાની સતત સામે આવી રહી છે. જો કે ખાનગી શાળાઓની મનમાનીના સામે NSUIના કાર્યકર્તાઓએ આવેદન પત્ર આપ્યું છે.



મહત્વનું છે કે લોકડાઉન અને કોરોનાના બેવડા મારના કારણે શહેરના અનેક લોકોની આર્થિક પરિસ્થિતિ કફોડી બની છે દરમિયાન અમદાવાદની અનેક ખાનગી શાળાઓ બેફામ બની ફીની ઉઘરાણી કરતી હોય તેવી ઘટના સામે આવી છે ત્યારે આજે અમદાવાદની વધુ એક શાળા દ્વ્રારા ફી ઉઘરાવવામાં આવતા NSUI દ્વ્રારા શાળાના ટ્રસ્ટીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.. તો વિદ્યાર્થીઓ અને NSUIએ ફી માફ કરવા સ્કૂલના ટ્રસ્ટીને આવેદનપત્ર પાઠવ્યું હતું.



ઉલ્લેખનીય છે કે લોકડાઉનના કારણે ધંધા રોજગાર બંધ થતા લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ છે. અને સરકાર દ્વ્રારા પણ ખાનગી શાળાઓને ફી ન ઉઘરાવવા સૂચન આપવામાં આવ્યું છે છતાં કેટલીક ખાનગી શાળાઓ સરકારના આદેશ અને સૂચનોનું ઉલ્લંઘન કરી પોતાની મનમાની કરે છે આવી શાળાઓ સામે સરકાર કેવા પગલા ભરશે કે નહીં તે પણ સવાલ છે.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments