25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

રાજ્યમાં 1 ઓગષ્ટથી માસ્ક પહેર્યા વગર નીકળ્યા તો સમજો ગયા, પેટ્રોલ ડીઝલની જેમ માસ્ક ન પહેરવાના દંડની રકમમાં પણ જંગી ભાવ વધારો ઝીંકાયો...

સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોનાને ફેલાતો અટકાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. હાલ માસ્ક વગર જાહેરમાં નીકળો તો 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે, જ્યારે રાજ્ય સરકાર દ્વારા હવે આ રકમમાં પણ ધરખમ વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ ડિઝલમાં જેમ

સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોનાને ફેલાતો અટકાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. હાલ માસ્ક વગર જાહેરમાં નીકળો તો 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે, જ્યારે રાજ્ય સરકાર દ્વારા હવે આ રકમમાં પણ ધરખમ વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ ડિઝલમાં જેમ સતત ભાવ વધારો ઝીંકવામાં આવી રહ્યો હતો તેમ હવે માસ્ક ન પહેરવાના દંડની રકમમાં પણ ભાવ વધારો કરવામાં આવ્યો છે.


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં આગામી 1 ઓગષ્ટથી જાહેરમાં માસ્ક ના પહેરનારા લોકોને તેમજ જાહેરમાં થૂકનાર લોકોને 500 રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે, હાલ આ દંડની જે રકમ રૂપિયા 200 છે તે હવે 1 ઓગસ્ટથી 500 રૂપિયા કરવામાં આવશે. તેમજ નાગરિકો પ્રજાજનોને માસ્ક સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તે હેતુસર એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે, ગુજરાતમાં આવેલા અમૂલ પાર્લર પરથી માત્ર 2 રૂપિયાની નજીવી કિંમતે સાદા માસ્ક નાગરિકોને મળી શકશે.


નોંધનીય છે કે, સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા માસ્ક ન પહેરનાર લોકો પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલવાનું શરી કરી દીધું છે. મહત્વનું છે કે અત્યાર સુધી માસ્ક ન પહેરવા બદલ 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવતો હતો.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments