25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

હનુમાન જયંતીના દિવસે સંકટમોચનના આ 12 નામનો કરો જાપ, દરેક સંકટમાંથી મળશે મુક્તિ...

ચૈત્રી પુનમના દિવસે હનુમાન જયંતી મનાવવામાં આવે છે. આજે ચૈત્રી પૂનમ છે. ચૈત્રી પૂનમે બપોરે 12 વાગે અભિજિત મુહુર્તમાં સંકટમોચન હનુમાનજીનો જન્મ થયો હતો. હનુમાનજીના અનેક નામ છે પરંતુ તેમની સ્તુતિ માટે ખાસ કરીને આ 12 નામનો જાપ કરવામાં આવે છે, જેને હનુમાન દ્વાદશનામ સ્ત્રોત કહેવામાં આવે છે.આ 12 ન

ચૈત્રી પુનમના દિવસે હનુમાન જયંતી મનાવવામાં આવે છે. આજે ચૈત્રી પૂનમ છે. ચૈત્રી પૂનમે બપોરે 12 વાગે અભિજિત મુહુર્તમાં સંકટમોચન હનુમાનજીનો જન્મ થયો હતો. હનુમાનજીના અનેક નામ છે પરંતુ તેમની સ્તુતિ માટે ખાસ કરીને આ 12 નામનો જાપ કરવામાં આવે છે, જેને હનુમાન દ્વાદશનામ સ્ત્રોત કહેવામાં આવે છે.

આ 12 નામનો જાપ ભક્ત અનેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે કરે છે. તેમજ હનુમાન જયંતીના દિવસે આ 12 નામનો જાપ કરવામાં આવે તો દરેક સંકટમાંથી મળે છે મુક્તિ, તો આવો જોઈએ હનુમાનજીની સ્તુતિ માટે કયા 12 નામનો જાપ કરવો જોઈએ તે...

હનુમાન દ્વાદશનામ સ્ત્રોતમાં પહેલું નામ હનુમાન, બીજુનામ અંજનીસુત, ત્રીજું વાયુ પુત્ર, ચોથું મહાબલી, પાંચમું રામેષ્ટ એટલે ભગવાન શ્રી રામના મિત્ર, છઠું ફાલ્ગણ સખા એટલે કે અર્જુનના મિત્ર, સાતમું પીંગાક્ષ એટલે જેમની આંખો લાલ અને સોનેરી છે, આઠમું નામ અમિત વિક્રમ એટલે જેમની વીરતા અથાક અને અપાર હોય, નવમું દધીક્રમણ એટલે એક છલાંગમાં સમુદ્ર પાર કરનારા, દશમું સીતાસોક વિનાશ એટલે માતા સીતાનું દુખ દુર કરનાર, અગિયારમું લક્ષ્મણ પ્રાણદાતા એટલે લક્ષ્મણના પ્રાણ પાછા લઈ આવનાર અને બારમું નામ દશગ્રીવદર્પહા એટલે રાવણના ઘમંડને દુર કરનાર.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments