25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

લાખોની નોકરી છોડીને ઓર્ગેનિક જામફળની ખેતી શરૂ કરી...સિઝનમાં 12 લાખ રૂપિયાની કમાણી

મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના અંકલખોપ ગામના રહેવાસી શીતલ સૂર્યવંશી MBA કર્યા પછી એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરતા હતા. લાખોની સેલેરી હતી, 6 વર્ષ સુધી તેમને અલગ અલગ પોસ્ટ પર કામ કર્યું. પણ 2015માં તેમણે નોકરી છોડી દીધી અને ઓર્ગેનિક જામફળની ખેતીનો બિઝનેસ શરૂ કર્યો. આજે દરરોજ 4 ટન જામફળ તેમના બગ

મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના અંકલખોપ ગામના રહેવાસી શીતલ સૂર્યવંશી MBA કર્યા પછી એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરતા હતા. લાખોની સેલેરી હતી, 6 વર્ષ સુધી તેમને અલગ અલગ પોસ્ટ પર કામ કર્યું. પણ 2015માં તેમણે નોકરી છોડી દીધી અને ઓર્ગેનિક જામફળની ખેતીનો બિઝનેસ શરૂ કર્યો. આજે દરરોજ 4 ટન જામફળ તેમના બગીચામાંથી નીકળે છે. મુંબઈ, પૂણે સહિત ઘણા શહેરોમાં તે જામફળ મોકલે છે. એક સિઝનમાં 12 લાખ રૂપિયાની કમાણી થઈ રહી છે.


34 વર્ષના શીતલના પિતા ખેડૂત છે. બે બાઈ જોબ કરે છે, એક ડોક્ટર અને બીજો આર્કિટેક્ટ છે. શીતલ કહે છે કે, જ્યારે નોકરી છોડીને ખેતી કરવાનો નિર્ણય કર્યો તો પરિવારે વિરોધ કર્યો તેમનું કહેવું હતું કે, આવી સારી નોકરી છોડીને ખેતી કરવા કેમ માગો છો, ખેતીમાં નફો કેટલો છે..?


તેમણે કહ્યું કે, અમે જ્યાં રહીએ છીએ ત્યા મોટાભાગના ખેડૂતો શેરડીની ખેતી કરે છે. મારા પિતા પણ શેરડીની ખેતી કરતા હતા પણ આમા વધારે નફો ન હતો. ઉપરથી સમય પણ વધુ લાગતો હતો. એક પાક તૈયાર થવામાં 15-16 મહિના લાગી જતા હતા. સાથે જ ફેક્ટરીમાં વેચ્યા પછી પૈસા મોડેથી એકાઉન્ટમાં આવતા હતા.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments