25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે ગાંધીજયંતી પર્વે 'રેડિયો પ્રિઝન' અને આરોગ્ય કેન્દ્રનો શુભારંભ

રાજ્યના એ.ડી.જી.પી. અને જેલના આઈ.જી. ડૉ. કે.એલ.એન. રાવે જણાવ્યું છે કે, આઝાદી પૂર્વે સાબરમતી જેલ સ્વાતંત્ર્ય લડતના મંદિર સમાન હતી. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, લોકમાન્ય તિલક, ઝવેરચંદ મેઘાણી, કસ્તુરબા અને તૈયબજી જેવા વીરલાઓ આ જેલમાં બંદીવાન તરીકે રહ્યા હતા. જેલમાં આવતા આ સ્વાતંત્ર્યવ

'રેડિયો પ્રિઝન' સાબરમતી લાઈવ.

રાજ્યના એ.ડી.જી.પી. અને જેલના આઈ.જી. ડૉ. કે.એલ.એન. રાવે જણાવ્યું છે કે, આઝાદી પૂર્વે સાબરમતી જેલ સ્વાતંત્ર્ય લડતના મંદિર સમાન હતી. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, લોકમાન્ય તિલક, ઝવેરચંદ મેઘાણી, કસ્તુરબા અને તૈયબજી જેવા વીરલાઓ આ જેલમાં બંદીવાન તરીકે રહ્યા હતા. જેલમાં આવતા આ સ્વાતંત્ર્યવીરો ગર્વની લાગણી અનુભવતા હતા. આઝાદી બાદ સમાજમાં જેલનું સ્થાન અને પરિભાષા બદલાઇ છે. પરંતુ રાજ્ય સરકારે આઝાદી બાદ જેલોને કેદીઓના વિકાસ,ઘડતર અને પુનર્વસનના કેન્દ્રબિંદુ  બનાવ્યા છે.


  • વાર્ષિક રૂ. ૦૧ કરોડનું ટર્ન ઓવર ધરાવતા જેલ ભજીયા હાઉસને હેરિટેજ ભજીયા હાઉસમાં તબદીલ કરાશે
  • 'રેડિયો પ્રિઝનજેલના બંદીવાનોને મનોરંજનલીગલ એડ(કાનૂની સલાહ)સ્ટોરી ટેલિંગસાયકોલોજીકલ કાઉન્સેલિંગપ્રશિક્ષણ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પૂરા પાડશે
  • આઝાદી પૂર્વે સાબરમતી જેલ સ્વાતંત્ર્ય લડતના મંદિર સમાન હતી હવે કેદીઓના વિકાસ,ઘડતર અને પુનર્વસનનું કેન્દ્રબિંદુ


અમદાવાદ મધ્યસ્થ જેલમાં કેદીઓ દ્વારા સંચાલિત 'રેડીયો પ્રિઝન'ના  શુભારંભ પ્રસંગે શ્રી રાવે કહ્યું કે, કોરોના મહામારીને કારણે લોકોને લોકડાઉન થવાની-આઇસોલેશનમાં રહેવાની ફરજ પડી. આ તકે આપણને સમજાયું કે બંદીવાન બની રહેવું કેટલું કઠિન છે. કેદમાં પુરાયા બાદ જ આઝાદીની સમજ આવતી હોય છે. મનગમતું કરવું, હરવું-ફરવું જેવા સામાન્ય નાગરિકોના અધિકારો બંદિવાનો પાસે હોતા નથી.જેલના બંદીવાનોની મનોદશા પર વિચાર- મંથન કરવાવાળા ઘણા ઓછા છે. આથી જ બંદીવાનોના પ્રશિક્ષણ, કૌશલ્યવર્ધન, તાલીમ અને કાઉન્સેલિંગ આવશ્યક હોય છે. જેલના  હકારાત્મક  અને સુધારાત્મક વાતાવરણે અહીંના કેદીઓમાં સંગીત, ગાયન, વાદન, ચિત્રકળા, હસ્તકળા, દરજીકામ, સુથારીકામ અને ફેબ્રિકેશનની કુશળતાઓ બહાર લાવી છે. તેમ તેઓએ ઉમેર્યુ હતું.


ડૉ. કે.એલ.એન.  જણાવ્યું કે, રાજ્યની જેલો ૭૨ જેટલી પ્રોડક્ટ્સ (ઉત્પાદ) બનાવે છે. સાબરમતી જેલના ભજીયાનું વાર્ષિક ટર્ન ઓવર રૂપિયા એક કરોડ છે. આથી જ વર્તમાન ભજીયા હાઉસને હેરિટેજ ભજીયા હાઉસમાં તબદીલ કરવાનો નિર્ણય લેવાયો છે. ભવિષ્યમાં બનનારા હેરિટેજ ભજીયા હાઉસમાં સાબરમતી જેલની પરિવર્તન યાત્રા પ્રદર્શિત કરતો હોલ, લોન્જ અને બેન્ક્વેટ હોલ હશે  રાજ્યની 28 જેલોમાં બનતા ખાદ્ય પદાર્થોના ઓનલાઇન ટ્રેડિંગ માટે સર્ટીફીકેશન તથા એફ.એસ.એસ.એ. આઇ. માં પરવાનગી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.


 ડૉ. કે.એલ.એન. રાવે કહ્યું કે, 'રેડિયો પ્રિઝન' જેલના બંદીવાનોને મનોરંજન, લીગલ એડ(કાનૂની સલાહ), સ્ટોરી ટેલિંગ, સાયકોલોજીકલ કાઉન્સેલિંગ, પ્રશિક્ષણ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પૂરા પાડશે.

'રેડિયો પ્રિઝન' જેલના બંદીવાનનો માટે 'વિન્ડો ટુ વર્લ્ડ' સમાજ સાથેની કનેક્ટિંગ લીંક છે.  કેદી ભાઈઓના જન્મ દિવસે શુભેચ્છાઓ રેડિયોના માધ્યમથી આપવામાં આવશે. સાથે જ જેલમાંથી સજા પૂરી કરી વિદાય લેતા કેદીઓ માટે વિશેષ બ્યુગલ-જીંગલ પણ રેડિયોમાં વાગશે. 'રેડીયો પ્રિઝન'ના સંચાલન માટે ૧૦ કેદીઓની ટીમ તૈયાર કરવામાં આવી છે. 



આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments