25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

આજ રાત્રે 12 વાગ્યાથી સમગ્ર દેશમાં આગામી 21 દિવસ સુધી લોકડાઉન, વડાપ્રધાનની મહત્વની જાહેરાતો...

કોરોનાનો વ્યાપ દેશમાં ધીમે ધીમે વધતો જોવા મળી રહ્યો છે ત્યારે આજે રાત્રે વડાપ્રધાન દ્વારા દેશના નામે સંબોધન કર્યું હતું અને સમગ્ર દેશની જનતાને જણાવ્યું હતું કે કોરોના સમગ્ર દેશની લડાઈ છે અને આ લડાઈ માં સમગ્ર દેશવાસીઓને સહકાર આપવા જણાવ્યું હતું.   આ ઉપરાંત PM મોદીએ આજે દેશના નામે સંબોધ

કોરોનાનો વ્યાપ દેશમાં ધીમે ધીમે વધતો જોવા મળી રહ્યો છે ત્યારે આજે રાત્રે વડાપ્રધાન દ્વારા દેશના નામે સંબોધન કર્યું હતું અને સમગ્ર દેશની જનતાને જણાવ્યું હતું કે કોરોના સમગ્ર દેશની લડાઈ છે અને આ લડાઈ માં સમગ્ર દેશવાસીઓને સહકાર આપવા જણાવ્યું હતું.

 

આ ઉપરાંત PM મોદીએ આજે દેશના નામે સંબોધનમાં મહત્વની વાત કરતા જણાવ્યું હતું કે "જાન હૈ તો જહાન હૈ"તથા આજે રાત્રે 12 વાગ્યાથી સમગ્ર દેશમાં આગામી 21 દિવસ સુધી લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી.

 

આ ઉપરાંત જાણો વડાપ્રધાનના સંબોધનની મહત્વની વાતો:

 

  • સમગ્ર દેશની લડાઈમાં લોકોને સહકાર આપવા વિનંતી
  • PM મોદીએ વડાપ્રધાન તરીકે નહીં પણ ઘરના સભ્ય તરીકે વિનંતી કરી
  • દેશની જનતાને બચાવવું ખૂબ જરૂરી છે
  • તમામ રાજ્યો, જિલ્લાઓમાં લોકડાઉન
  • લોકડાઉન એકજ માત્ર વિકલ્પ છે
  • જીવ હશે તો બધું રહેશે
  • લોકો 21 દિવસ સુધી માત્ર ઘરમાં જ રહે
  • આજ રાત્રે 12 વાગ્યાથી સમગ્ર દેશમાં લોકડાઉન
  • PM તરીકે નહીં પણ ઘરના સભ્ય તરીકે અપીલ કરું છું.
  • લોકડાઉન એકજ માત્ર વિકલ્પ
  • કોરોના સંકટ માટે 15 હજાર કરોડના ફંડની જાહેરાત
  • લોકોને અફવાથી દૂર રહેવા અપીલ
  • જીવ હશે તો બધું રહેશે
  • જીવન બચાવવા માટે જે જરૂરી છે તેને પ્રાથમિકતા આપવી પડશે
  • મેડિકલ પર સરકાર પૂરતું ધ્યાન આપી રહી છે
  • નાગરિકો સરકારી નિયમોનું ખાસ પાલન કરે
  • લોકડાઉન કરફ્યુ સમાન જ છે.
  • સોશિયલ ડિસ્ટન્સ એકજ માત્ર વિકલ્પ.
  • કોરોનાને ફેલાવતી શૃંખલાને તોડવાની છે

 

આ ઉપરાંત વડાપ્રધાન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સમગ્ર દેશની લડાઈમાં દેશનો દરેક નાગરિક સહકાર આપે. તેમજ વડાપ્રધાનએ જણાવ્યું હતુ કે, દેશના ખાનગી એકમો પણ ખભા સાથે ખભો મિલાવીને ઉભા છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા કોરોના સામે લડવા 15000 કરોડના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી હતી.

 

અત્યારે દેશમાં કોરોનાના કુલ 511 કેસ નોંધવામાં આવ્યા છે જેમાંથી 11 લોકોના મૃત્યુ થયા છે અને 37 લોકો રીકવર થયા છે તેમજ 463 લોકો અત્યારે સારવાર હેઠળ છે..

 

જયારે રાજ્યમાં કોરોનાના કુલ 35 પોઝીટીવ કેસ નોંધવામાં આવ્યા છે જેમાંથી 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે જયારે 34 લોકો સારવાર હેઠળ છે.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments