કરણી સેનાના આ દિગ્ગજ નેતાની થઈ ધરપકડ... જુઓ વીડિયો...
સમગ્ર દેશમાં એક તરફ કોરોના વાયરસે કહેર મચાવ્યો છે જ્યારે બીજી તરફ ભારત ચીન સીમા વિવાદ પણ ચર્ચામાં છે જેને લઈને સમગ્ર રાજ્યમાં ચાઈનીઝ આઇટમોનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે ત્યારે કરણી સેના પણ ચાઈનીઝ વસ્તુઓના વિરોધમાં મેદાને આવી છે, ગઈ કાલે વડોદરા ખાતે કરણી સેના દ્વારા ચાઈનીઝ વસ્તુના
સમગ્ર દેશમાં એક તરફ કોરોના વાયરસે કહેર મચાવ્યો છે જ્યારે બીજી તરફ ભારત ચીન સીમા વિવાદ પણ ચર્ચામાં છે જેને લઈને સમગ્ર રાજ્યમાં ચાઈનીઝ આઇટમોનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે ત્યારે કરણી સેના પણ ચાઈનીઝ વસ્તુઓના વિરોધમાં મેદાને આવી છે, ગઈ કાલે વડોદરા ખાતે કરણી સેના દ્વારા ચાઈનીઝ વસ્તુના વિરોધમાં ઉગ્ર દેખાવો કર્યા હતા.

આજે અમદાવાદના શાસ્ત્રીનગર ખાતેથી કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની પોલીસે અટકાયત કરી છે. શાસ્ત્રીનગર ખાતે ચાઈનીઝ આઇટમોના વિરોધમાં આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ હતો.

મળતી વિગતો મુજબ શાસ્ત્રીનગર ખાતે કરણી સેનાએ ચાઈનીઝ વસ્તુઓના વિરોધમાં આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ રાખ્યો હતો જ્યાં આવેદન પત્ર ન આપતા કરણી સેનાએ પોલીસ મંજૂરી વગર ધરણા કર્યા હતા, જ્યાં પોલીસ મંજૂરી વગર ધરણા કરતા પોલીસે રાજ શેખાવતની અટકાયત કરી હતી.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com