25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

જામનગર જિલ્લામાં આંતરાષ્ટ્રીય ધારા ધોરણો મુજબનું નવું અલંગ આકાર પામશે...

સમગ્ર રાજ્યમાં શિપ બ્રેકીંગ યાર્ડ માટે સૌરાષ્ટ્રનું અલંગ શહેર દેશ અને દુનિયામાં સુપ્રસિદ્ધિ  ધરાવે છે ત્યારે હવે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જામનગર પાસે આવેલ સચાણા ને મંજૂરી આપવામાં આવી છે. જામનગર જિલ્લામાં આંતરાષ્ટ્રીય ધારા ધોરણો મુજબનું નવું અલંગ આકાર પામશે. આ સાથે જ સચાણા

સમગ્ર રાજ્યમાં શિપ બ્રેકીંગ યાર્ડ માટે સૌરાષ્ટ્રનું અલંગ શહેર દેશ અને દુનિયામાં સુપ્રસિદ્ધિ  ધરાવે છે ત્યારે હવે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જામનગર પાસે આવેલ સચાણા ને મંજૂરી આપવામાં આવી છે. જામનગર જિલ્લામાં આંતરાષ્ટ્રીય ધારા ધોરણો મુજબનું નવું અલંગ આકાર પામશે. આ સાથે જ સચાણાનો શિપ બ્રેકિંગ યાર્ડ કાર્યરત થતા જામનગર જિલ્લા અને સચાણાના આસપાસના વિસ્તારોમાં હજારો લોકો ને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ખુલશે.

જામનગરના સચાણામાં શિપ બ્રેકીંગ યાર્ડ બનતા હવે મોટા જહાજો અલંગમાં તેમજ નાના અને માધ્યમ કદના જહાજો સચાણા બ્રેકીંગ યાર્ડમાં લાવવામાં આવશે. લાંબા સમય થી નાના અને મધ્યમ કદના જહાજોના શિપ બ્રેકિંગ માટેનું યોગ્ય સ્થળ સચાણા ફરી ધમધમતું કરવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ સચાણાની જમીનની હદ અંગેના વિવાદ નો અંત લાવવા ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરવાની કરેલી પહેલ ના ફળદાયી પરિણામ રૂપે 2012 થી બંધ પડેલી સચાણા ની શિપ બ્રેકિંગ ગતિવિધિ પુનઃ વેગવાન બનશે તેવું માનવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસની સ્થિતિમાં લોકડાઉનને  પરિણામે ઉદ્યોગો ધંધા રોજગાર વ્યવસાયોને આર્થિક વિપરીત અસર પડી છે, તેવા સંજોગોમાં સચાણા શિપ બ્રેકિંગ યાર્ડ આનુષાંગિક ઉદ્યોગો વ્યવસાયો દ્વારા  રોજગાર અને આર્થિક આધારમાં નવું બળ પૂરશે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments