25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીએ શાનદાર ભાગીદારી કરી રચ્યો ઈતિહાસ

લોર્ડ્સ ટેસ્ટ મેચના અંતિમ દિવસે બીજી ઇનિંગમાં બેટિંગ કરતા ભારતીય ટીમે પ્રથમ સેશનમાં ૮ વિકેટે ૨૮૬ રન બનાવી લીધા છે. મોહમ્મદ શમી ૫૨ રન અને જસપ્રીત બુમરાહ ૩૦ રન બનાવી ક્રીઝ પર છે. ભારતની કુલ લીડ હવે ૨૫૯ રનની થઈ ગઈ છે.અંતિમ દિવસના પ્રથમ સેશનમાં ભારતીય ટીમની જલ્દી જ બે વિકેટ લઇ લીધી હતી. સૌથી

Jasprit Bumrah, Mohammed Shami, india, india vs england, sports cricket, cricket, cricket news
લોર્ડ્સ ટેસ્ટ મેચના અંતિમ દિવસે બીજી ઇનિંગમાં બેટિંગ કરતા ભારતીય ટીમે પ્રથમ સેશનમાં ૮ વિકેટે ૨૮૬ રન બનાવી લીધા છે. મોહમ્મદ શમી ૫૨ રન અને જસપ્રીત બુમરાહ ૩૦ રન બનાવી ક્રીઝ પર છે. ભારતની કુલ લીડ હવે ૨૫૯ રનની થઈ ગઈ છે.

અંતિમ દિવસના પ્રથમ સેશનમાં ભારતીય ટીમની જલ્દી જ બે વિકેટ લઇ લીધી હતી. સૌથી પહેલા ઋષભ પંતને ૨૨ રનના સ્કોર પર રોબિન્સને આઉટ કરી દીધા હતા. ત્યાર બાદ ઇશાંત શર્માને પણ રોબિન્સને ૧૬ રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કરી દીધા હતા. મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહે ખરાબ બોલમાં ચોગ્ગા ફ્ર્કારી નવમી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી નિભાવી હતી.

આ દરમિયાન મોહમ્મદ શમીએ સતત પોતાની શાનદાર બેટિંગ ચાલુ રાખતા ટેસ્ટ ક્રિકેટની બીજી અડધી સદી ફટકારી હતી. પ્રથમ સેશનની રમત સમાપ્ત થવાની સાથે ભારતનો સ્કોર ૮ વિકેટે ૨૮૬ રન બન્યા હતા. મોહમ્મદ શમી ૫૨ અને બુમરાહ ૩૦ રન બનાવી ક્રીઝ પર હતા.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments