25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

જયસિંહ પઢીયાર દ્વારા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજની દીકરીઓના 101 ખાતા ખોલવા માટે પ્રથમ હપ્તાની રકમનો ચેક અર્પણ કરેલ

મારી દીકરી, સમૃદ્ધ દીકરી   આજરોજ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી જયસિંહ પઢીયાર દ્વારા માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા સાહેબ, ગુજરાત રાજ્યના મંત્રી શ્રી દેવાભાઈ માલમ સાહેબ તથા જુનાગઢ ના લોકલાડીલા સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા સાહેબની ઉપસ્થિતિમાં પોસ્ટ ઓફિસના સુપ્ર

મારી દીકરી, સમૃદ્ધ દીકરી

   આજરોજ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી જયસિંહ પઢીયાર દ્વારા માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા સાહેબ, ગુજરાત રાજ્યના મંત્રી શ્રી દેવાભાઈ માલમ સાહેબ તથા જુનાગઢ ના લોકલાડીલા સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા સાહેબની ઉપસ્થિતિમાં પોસ્ટ ઓફિસના સુપ્રિટેન્ડન્ટ શ્રી એન.એલ. ચુડાસમા સાહેબ ને ભારત સરકારની તેમજ યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની મહત્વકાંક્ષી *સુકન્યા સમૃદ્ધિ યોજના* હેઠળ ગીર-સોમનાથ જિલ્લાની ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજની દીકરીઓના *101* ખાતા ખોલવા માટે પ્રથમ હપ્તાની રકમનો ચેક અર્પણ કરેલ.

શ્રી જયસિંહ પઢિયાર કારડીયા રાજપૂત યુવા સંગઠન-જુનાગઢ ના પ્રમુખ તેમજ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર બક્ષીપંચ મોરચા ના મહામંત્રી અને  ગંગા સમગ્ર અભિયાન ના ગુજરાત રાજ્ય ના મંત્રી છે  અને  કારડીયા રાજપૂત સમાજના ભીષ્મ પિતામહ અને જુના જનસંઘી અને ભારતીય જનતા પાર્ટી ના કદાવર નેતા *સ્વ. શ્રી નારસિંહભાઈ પઢિયાર* ના પૌત્ર  દ્વારા  કારડીયા રાજપૂત સમાજની *101* દીકરીઓના ખાતા આ યોજના હેઠળ ખોલાવી આપવાનો સંકલ્પ કરેલ, જે આજરોજ તેઓ દ્વારા સિદ્ધ કરાયેલ.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments