25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

જૂનાગઢ : બીજેપી કોર્પોરેટરના ખેતરમાં જુગારધામ, કોર્પોરેટર સહિત આઠ શખ્સ જુગાર રમતા ઝડપાયા

જૂનાગઢમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. જૂનાગઢમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટા જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. તેમ છતાં સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે, આ જુગારધામમાં જૂનાગઢના ભાજપના કોર્પોરેટર સહિત 8 વ્યકિતઓને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા છે. આ જ

Junagadh, Junagadh news, Eight persons, corporator, gambling , BJP corporator's farm, BJP
જૂનાગઢમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. જૂનાગઢમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટા જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. તેમ છતાં સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે, આ જુગારધામમાં જૂનાગઢના ભાજપના કોર્પોરેટર સહિત 8 વ્યકિતઓને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા છે. આ જુગારધામ તેમ છતાં કોર્પોરેટના ભોગવટના ખેતરમાં ચાલતું હોવાની જાણકારી સામે આવી છે. જૂનાગઢ પોલીસના આ દરોડામાં ઝડપાયેલા લોકોને પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેની સાથે ઝડપાયેલા નગર સેવક ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર-4 નાં જનપ્રતિનિધી હોવાનું સામે આવ્યું છે. 

જ્યારે શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીના નગર સેવકના જુગારધામમાંથી પોલીસ દ્વારા દરોડા પાડતા રોક઼ડ, મોબાઇલ, વાહનો સહિત 2.71 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસના કહેવા મુજબ, આ જુગારધામ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરના ખેતરમાં ચાલી રહ્યું હતું.  

આ પ્રકાર રહી સમગ્ર ઘટના, જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જાણકારીના આધારે એક જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ જુગારધામ ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર-4 ના કોર્પોરેટરના ભોગવટાવાળા ખેતરમાં ચાલી રહ્યું હતું. આ કોર્પોરેટર ધર્મેશ ઉર્ફે લાલો ધીરુભાઈ પોશીયા હોવાની જાણકારી સામે આવી છે. કોર્પોરેટરના ખેતરના મકાનમાં ચાલી રહેલા આ જુગારધામમાંથી કોર્પોરેટર પોશીયા સહિત ૮ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments