25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

સોમનાથ મંદિર ટ્રસ્ટના પ્રમુખ તરીકે કેશુભાઈ પટેલની વરણી

આજે શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળની ઓનલાઇન બેઠક યોજાઇ હતી. જેમાં ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલ, પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી, લાલકૃષ્ણ અડવાણી, અમિત શાહ, જેડી પરમાર, હર્ષવર્ધન નેવેટીયા અને સેક્રેટરી પીકે લહેરી હાજર રહ્યાં હતા. ટ્રસ્ટની બેઠકમાં વર્ષ 2019-20ના ઓડીટ કરેલા હિસાબોને મંજૂરી

આજે શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળની ઓનલાઇન બેઠક યોજાઇ હતી. જેમાં ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલ, પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી, લાલકૃષ્ણ અડવાણી, અમિત શાહ, જેડી પરમાર, હર્ષવર્ધન નેવેટીયા અને સેક્રેટરી પીકે લહેરી હાજર રહ્યાં હતા. ટ્રસ્ટની બેઠકમાં વર્ષ 2019-20ના ઓડીટ કરેલા હિસાબોને મંજૂરી આપવામાં આવી હતી. ગત વર્ષે ટ્રસ્ટની આવક 46.29 કરોડ રૂપિયા રહી તો તેની સામે 35.80 કરોડનો ખર્ચ થયો હતો. તો ટ્રસ્ટની બેઠકમાં આગામી એક વર્ષ માટે પ્રમુખ તરીકે સર્વાનુમતે કેશુભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે.


(ફાઈલ ફોટો)


તો બેઠકમાં આ વર્ષે કોરોના મહામારીને કારણે ઉભી થયેલી સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. તો સોમનાથ ટ્રસ્ટ દ્વારા 2.62 કરોડના કોરોના રાહત ખર્ચને બહાલી આપવામાં આવી હતી. તો સોમનાથ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી રાહત કોષમાં એક કરોડ રૂપિયાનું દાન કરવામાં આવ્યું તેની નોંધ પણ લેવામાં આવી હતી.



આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments