25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ અમદાવાદમાં આજે રસી ઉત્પાદન પ્લાન્ટની મુલાકાત લીધી

રસાયણ અને ખાતર તથા બંદર, શિપિંગ અને જળમાર્ગ (સ્વતંત્ર હવાલો) રાજ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ આજે અમદાવાદમાં ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લીધી હતી.મંત્રીએ ટ્વીટર પર કહ્યું હતું કે ઝાયડસ કેડિલા ‘ઝાયકોવ-ડી’ની ઉત્પાદક છે જે વિશ્વની પ્રથમ એવી ડીએનએ આધારિત કોવિડ-19 રસી છે.શ્રી માંડવિયાએ

રસાયણ અને ખાતર તથા બંદર, શિપિંગ અને જળમાર્ગ (સ્વતંત્ર હવાલો) રાજ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ આજે અમદાવાદમાં ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લીધી હતી.


મંત્રીએ ટ્વીટર પર કહ્યું હતું કે ઝાયડસ કેડિલા ‘ઝાયકોવ-ડી’ની ઉત્પાદક છે જે વિશ્વની પ્રથમ એવી ડીએનએ આધારિત કોવિડ-19 રસી છે.

શ્રી માંડવિયાએ આજે હેસ્ટર બાયોસાયન્સીઝ લિમિટેડની પણ મુલાકાત લીધી હતી. તેમણે ટ્વીટર દ્વારા જાણકારી આપી હતી કે હેસ્ટરે કોવેક્સિનના ઉત્પાદન માટે ભારત બાયોટેક સાથે MoU પર હસ્તાક્ષર કર્યા છે. 

મંત્રીએ તેમના પ્રયાસોને બિરદાવ્યા હતા અને તેમને ખાતરી આપી હતી કે તમામ માટે નિઃશુલ્ક રસી ઉપલબ્ધ થાય એ સુનિશ્ચિત કરવા રસીના ઉત્પાદનને વેગ આપવામાં સરકાર તરફથી તમામ સહયોગ આપવામાં આવશે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments