25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

"એક શામ શહિદો કે નામ" વીર શહિદ ગંભીરસિંહને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવા ભવ્ય કાર્યક્રમનું આયોજન.

મુળી તાલુકાના ટીકર ગામે વીર શહીદને શ્રદ્ધાંજલિ આપવા ગુજરાત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા શહીદ વંદના કાર્યક્રમનું ભવ્ય આયોજનમૂળી:  મૂળી તાલુકાનાં ટીકર ગામનો યુવાન 18 વર્ષની ઉંમરે ભારતીય આર્મીમાં જોડાયો હતો. અને 8 વર્ષ બાદ પુનામાં ફરજ પર હતા તે દરમિયાન કોઇ કારણસર શહિદ થતા સમગ્ર ક્ષત્રિય

મુળી તાલુકાના ટીકર ગામે વીર શહીદને શ્રદ્ધાંજલિ આપવા ગુજરાત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા શહીદ વંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન



મૂળી:  મૂળી તાલુકાનાં ટીકર ગામનો યુવાન 18 વર્ષની ઉંમરે ભારતીય આર્મીમાં જોડાયો હતો. અને 8 વર્ષ બાદ પુનામાં ફરજ પર હતા તે દરમિયાન કોઇ કારણસર શહિદ થતા સમગ્ર ક્ષત્રિય સમાજ અને નાના એવા ટીકર ગામમાં શોકની લાગણી ફેલાઇ છે. મૂળી તાલુકાનાં ટીકરગામે રહેતા ગંભીરસિંહ ભુપતભાઇ કાસેલાનાં કુટુંબી ભાઇઓ તેમજ ટીકર ગામનાં મોટી સંખ્યામાં યુવાનો આર્મીમાં હોવાથી ગંભીરસિંહ પણ નાનપણથી જ દેશ માટે કાંઇક કરી છુટવાની ભાવનાં સાથે તૈયારી કરતા હતા. માત્ર 18 વર્ષ જેટલી નાની ઉંમરેજ ગંભીરસિંહ એરફોર્સમાં જોડાયા હતા...


ગુજરાત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા વીર શહિદ ગંભીરસિંહને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવા "વીર શહીદી વંદના" કાર્યક્રમનું ભવ્ય આયોજન તારીખ: 01/03/2020 ને રવિવારના રોજ રાત્રે-09 કલાકે મુળી તાલુકાના ટીકર ગામે રાખવામાં આવેલ છે. જેમાં ગુજરાતના નામાંકિત કલાકારો યોગેશદાન ગઢવી, રાજભા ગઢવી, દેવાયતભાઈ ખાવડ, તેમજ પ્રખ્યાત ભજનિક જયમતભાઈ દવે, ચીથરભાઈ પરમાર... શૌર્ય રાસની રમઝટ બોલાવશે. તેમજ જે મા ભોમની રક્ષા કાજે શહીદ થયા છે તેવા વીર શહીદ ગંભીરસિંહ કાસેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.


ગુજરાત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા આવા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરીને સમાજને એક નવી દિશા તરફ આગળ લઈ જવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.. તેમજ અન્ય સમાજ દ્વારા પણ સમગ્ર ગુજરાતમાં શહિદોને શ્રદ્ધાંજલિ આપવા આવા કાર્યક્રમોમાં ઉત્તરોત્તર વધારો થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે..


કાર્યક્રમનું ભવ્ય આયોજન તારીખ: 01/03/2020 ને રવિવારના રોજ રાત્રે-09 કલાકે મુળી તાલુકાના ટીકર ગામે રાખવામાં આવેલ છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments

Praful Bhatt

જય હિન્દ જય ભારત

Ankit Rajput

ભાઈ યશપાલ સિંહ, ધ્યાન દોરવા બદલ આભાર 🙏

Yashpalsinh Padhiyar

આ કાર્યક્રમ તારીખ: ૦૧/૦૩/૨૦૨૦ ના રોજ રાખેલ છે...ભૂલ થી તારીખ ૦૧/૦૩/૨૦૧૯ લખાયેલું છે..જેથી સાચી તારીખ જ ધ્યાન માં લેવી..