25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

તો મોરબી પેટા ચૂંટણીમાં ઝંપલાવશે આમ આદમી પાર્ટી, શરૂ કરી તૈયારીઓ...

આજ રોજ મોરબી જિલ્લામાં મોરબી સર્કિટ હાઉસ ખાતે બેઠકોની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં પ્રથમ મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટીના સંગઠન માળખા ની સમીક્ષા કરવામાં આવી. મોરબી જિલ્લામાં પ્રભારી ભરત બારોટ તથા મોરબી શહેર પ્રમુખ મહેશ રાજ્યગુરુ તથા શહેર મહામંત્રી પરેશ પરિયા ની આગેવાની ખૂબ મક્કમ

આજ રોજ મોરબી જિલ્લામાં મોરબી સર્કિટ હાઉસ ખાતે બેઠકોની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં પ્રથમ મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટીના સંગઠન માળખા ની સમીક્ષા કરવામાં આવી. મોરબી જિલ્લામાં પ્રભારી ભરત બારોટ તથા મોરબી શહેર પ્રમુખ મહેશ રાજ્યગુરુ તથા શહેર મહામંત્રી પરેશ પરિયા ની આગેવાની ખૂબ મક્કમ રીતે મોરબી જિલ્લામાં સંગઠન મજબૂત થઈ રહ્યું છે. મોરબી જિલ્લામાં લગભગ તમામ તાલુકામાં જવાબદાર પદાધિકારીઓ ની નિમણુક કરવામાં આવી છે. જે બાકી છે ત્યાં જલ્દીથી કામગીરી પૂર્ણ કરવામાં આવશે. તે અંગેની ચર્ચાઓ પણ કરવામાં આવી હતી.


આ ઉપરાંત આજે ગુજરાતમાં ખૂણે ખૂણે થી શિક્ષિત અને સક્ષમ યુવાનો આમ આદમી પાર્ટી માં જોડાઈ રહ્યા છે. આથી જિલ્લા માં તમામ તાલુકામાં આગામી તાલુકા પંચાયતની ચૂંટણી માં મજબૂત અને સક્ષમ ઉમેદવારો ઉતારવામાં આવશે તેને લઈને પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ લોકો ના કામો આસાનીથી થઇ શકે. અને સ્થાની સુવિધાઓ ઊભી થઈ શકે તેવા પ્રયાસો કરી અમારા ચુંટાયેલા ઉમેદવારો દ્વારા કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું.

આ સાથે આગામી મોરબી વિધાન સભાની પેટા  ચુંટણીમાં ઉમેદવાર ઉતારવા બાબતે પણ સમીક્ષા કરવામાં આવી હતી.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments