25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

“પોષણ માહ સપ્‍ટેમ્બર-૨૦૨૦” અંતર્ગત આઇ.સી.ડી.એસ. નડીઆદ ઘટક-૧ ના કુલ-૨૦ આંગણવાડી કેન્દ્રોમાં પોષણ વાટિકા (ન્યુટ્રી ગાર્ડન) તૈયાર કરવામાં આવ્યા...

ગુજરાત રાજ્યમાં હાલ સહી પોષણ – દેશ રોશન” ની થીમ સાથે હાલ પોષણ માહ સપ્‍ટેમ્બર-૨૦૨૦ ની ઉજવણી કરવામાં આવી રહેલ છે. જેના ભાગરૂપે આંગણવાડી કેન્દ્રોના લાભાર્થી બાળકોના પુરક આહાર માટે આંગણવાડી કેન્દ્રના આંગણામાં જ પોષણયુકત શાકભાજી ઉપલબ્ધ થઇ શકે અને તેનો લાભ લાભાર્થીને મળી રહે તે હેતુસર આઇ.

પોષણ સપ્તાહ અંતર્ગત નડીયાદ ઘટક 1 ખાતે પોષણ વાટિકા બનાવાઈ

ગુજરાત રાજ્યમાં હાલ સહી પોષણ – દેશ રોશન ની થીમ સાથે હાલ પોષણ માહ સપ્‍ટેમ્બર-૨૦૨૦ ની ઉજવણી કરવામાં આવી રહેલ છે. જેના ભાગરૂપે આંગણવાડી કેન્દ્રોના લાભાર્થી બાળકોના પુરક આહાર માટે આંગણવાડી કેન્દ્રના આંગણામાં જ પોષણયુકત શાકભાજી ઉપલબ્ધ થઇ શકે અને તેનો લાભ લાભાર્થીને મળી રહે તે હેતુસર આઇ.સી.ડી.એસ.નડીઆદ ઘટક-૧ ના કુલ-ર૦ આંગણવાડી કેન્દ્રોમાં રીંગણ, ટામેટી, મરચી, ફુલેવર, સરગવો જેવી શાકભાજીના છોડને રોપીને પોષણ વાટિકા (ન્યુટ્રી ગાર્ડન) તૈયાર કરવામાં આવેલ છે. 


જે પોષણ વાટિકાની આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા યોગ્ય રીતે માવજત તેમજ ઉછેર કરી આગામી સમયમાં ઉપલબ્ધ થનાર શાકભાજી લાભાર્થી બાળકો માટે ઉપયોગમાં લઇ બાળકોના પોષણ સ્તરમાં વૃધ્ધિ લાવવમાં મદદરૂપ થશે તેમ આઇસીડીએસ નડીઆદ ઘટક-૧ ના બાળ વિકાસ યોજના અધિકારીશ્રી, રમીલાબેન મારવાડી દ્વારા જણાવવામાં આવ્યું. 


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments