પંચમહાલમાં સાર્વત્રિક મેઘમહેર થતા ખેડૂતો ડાંગરના રોપણીકાર્યમાં જોતરાયા.
પંચમહાલમા વરસાદ થતા ખેડૂતો ડાંગરની રોપણીમાં વ્યસ્ત બન્યા છે.પાછલા એક મહિનાથી હાથ તાળી આપીને જતા રહેલા વરસાદને કારણે ખેડૂતો ચિંતામા ગરકાવ થયા હતા.પરંતૂ મેઘરાજાએ શ્રીકાર વરસાદ કરતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. પંચમહાલ જીલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થતા ખેડૂતોમાં ભારે ખૂશીની લાગણ
પંચમહાલમા વરસાદ થતા ખેડૂતો ડાંગરની રોપણીમાં વ્યસ્ત બન્યા છે.પાછલા એક મહિનાથી હાથ તાળી આપીને જતા રહેલા વરસાદને કારણે ખેડૂતો ચિંતામા ગરકાવ થયા હતા.પરંતૂ મેઘરાજાએ શ્રીકાર વરસાદ કરતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા.
પંચમહાલ જીલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થતા ખેડૂતોમાં ભારે ખૂશીની લાગણી વ્યાપી જવા પામી છે.દક્ષિણપંચમહાલમા પણ ભારે વરસાદને કારણે નદીનાળા છલકાઇ જવા પામ્યા હતા.શહેરાપંથકમાં પણ સાર્વત્રિક વરસાદ પડતા ખેડૂત ડાંગરના ધરૂ રોપવાની કામગીરીમાં જોતરાયા હતા.પંચમહાલમાં ડાંગરનો પાક મૂખ્ય પાક ગણવામા આવેછે.આ વખતે વરસાદે હાથ તાળી આપતા ખેડૂતો મૂશ્કેલીમાં મૂકાયા હતા.ત્યારે ઓગષ્ટ મહિનો ખેડૂતો માટે લાભકારી રહ્યો હોય તેમ મેઘરાજાએ સાર્વત્રિક મેઘમહેર કરતા ખેડુતોનો ડાંગરનો પાક છેલ્લા સમયે બચી જવા પામ્યો હતો.
શહેરા તાલુકામા આવેલા પશ્વિમ વિભાગમાં પાનમની કેનાલ હોવાને કારણે આ વિસ્તારના ખેડૂતોએ ડાંગરના ધરૂની રોપણી કરી દીધી હતી.પણ શહેરા તાલુકાનો પુર્વોત્તર વિભાગમા જરુરી માત્રામા વરસાદ ન પડવાને કારણે ખેડૂતો મુજવણમાં મૂકાયા હતા. ત્યારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના કારણે ખેતરો પાણીથી ભરાઈ જતા ખેડૂતોએ ડાંગરની રોપણી શરુ કરી દીધી હતી.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com