25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઉથલપાથલ: જાણો આજના તાજા દરો

ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવ તથા અમેરિકાની એન્ટ્રી બાદ વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. 23 જૂનના રોજ બ્રેન્ટ ક્રૂડનો દર $1.91 (2.49%) વધીને $78.93 સુધી પહોંચી ગયો હતો, જ્યારે યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિયટ (WTI) $1.89 (2.56%) વધીને $75.73 પર પહોંચ્યું હતું. દિવસ

પેટ્રોલ ડીઝલ ભાવ,  ક્રૂડ ઓઇલ ભાવ,  આંતરરાષ્ટ્રીય બજાર,  ભારત પેટ્રોલ ડીઝલ દર,  ગુજરાત પેટ્રોલ ડીઝલ દર,  પેટ્રોલ ડીઝલ ભાવ અપડેટ
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ 5 મહિનાના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો, જાણો કે ભારતના મહાનગરો અને ગુજરાતના શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ શું છે.

ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવ તથા અમેરિકાની એન્ટ્રી બાદ વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. 23 જૂનના રોજ બ્રેન્ટ ક્રૂડનો દર $1.91 (2.49%) વધીને $78.93 સુધી પહોંચી ગયો હતો, જ્યારે યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિયટ (WTI) $1.89 (2.56%) વધીને $75.73 પર પહોંચ્યું હતું. દિવસ દરમ્યાન ભાવમાં 3% સુધીનો ઉછાળો જોવા મળ્યો, જે બાદ બ્રેન્ટ ક્રૂડ $81.40 અને WTI $78.40 સુધી પહોંચ્યા હતા. આ છેલ્લા 5 મહિનાનો ઉચ્ચતમ સ્તર છે.


દેશના મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ

  • દિલ્હી: પેટ્રોલ - 94.72 રૂપિયા | ડીઝલ - 87.62 રૂપિયા

  • મુંબઈ: પેટ્રોલ - 103.44 રૂપિયા | ડીઝલ - 89.97 રૂપિયા

  • કોલકાતા: પેટ્રોલ - 103.94 રૂપિયા | ડીઝલ - 90.76 રૂપિયા

  • ચેન્નાઈ: પેટ્રોલ - 100.85 રૂપિયા | ડીઝલ - 92.44 રૂપિયા


ગુજરાતના મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ

  • અમદાવાદ: પેટ્રોલ - 94.48 રૂપિયા | ડીઝલ - 90.16 રૂપિયા

  • ભાવનગર: પેટ્રોલ - 96.10 રૂપિયા | ડીઝલ - 91.77 રૂપિયા

  • જામનગર: પેટ્રોલ - 94.93 રૂપિયા | ડીઝલ - 90.61 રૂપિયા

  • રાજકોટ: પેટ્રોલ - 94.97 રૂપિયા | ડીઝલ - 90.66 રૂપિયા

  • સુરત: પેટ્રોલ - 94.87 રૂપિયા | ડીઝલ - 90.56 રૂપિયા

  • વડોદરા: પેટ્રોલ - 94.53 રૂપિયા | ડીઝલ - 90.20 રૂપિયા


દરરોજ સવારે અપડેટ થાય છે ભાવ

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન, અને વેટ ઉમેર્યા બાદ પેટ્રોલ-ડીઝલનો અંતિમ દર મૂળ કિંમતી કરતાં લગભગ બમણો થઈ જાય છે. તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં થતી નાના મોટા ફેરફારોનો સીધો અસર ભારતીય ગ્રાહકો પર પડે છે.


સામાન્ય માણસ પર અસર

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ સામાન્ય માણસના ખિસ્સા પર સીધી અસર કરે છે. હાલ વૈશ્વિક બજારમાં ઉછાળાની સ્થિતિ હોવાથી ભવિષ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. આવનારા દિવસોમાં ક્રૂડ ઓઇલના ભાવ કઈ દિશામાં જશે એ જોવાનું રહેશે.


ડીઝલના તાજા ભાવ તપાસો

ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના દરો પર આધારીત છે. ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે અલગ અલગ શહેરો માટે પેટ્રોલ-ડીઝલના તાજા દર જાહેર કરે છે.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments