પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત 19માં દિવસે ભાવ વધારો, ડીઝલની કિંમત 80 રૂપિયાને પાર...
પેટ્રોલ ડીઝલની કિંમતમાં દેશમાં સતત 19માં દિવસે વધારો જોવા મળ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં ડીઝલની કિંમત 80 રૂપિયાને પાર કરી ગઈ છે. ભારતના ઈતિહાસમાં આ પ્રથમ વખત થયુ છે જ્યારે ડીઝલ 80ને પાર પહોંચી ગયું છે. દિલ્હીમાં ડીઝલની કિંમતમાં 14 પૈસાના વધારાની સાથે હવે નવી કિંમત 80.02 રૂપિયા પ્રતિ લિટર થઈ
પેટ્રોલ ડીઝલની કિંમતમાં દેશમાં સતત 19માં દિવસે વધારો જોવા મળ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં ડીઝલની કિંમત 80 રૂપિયાને પાર કરી ગઈ છે. ભારતના ઈતિહાસમાં આ પ્રથમ વખત થયુ છે જ્યારે ડીઝલ 80ને પાર પહોંચી ગયું છે. દિલ્હીમાં ડીઝલની કિંમતમાં 14 પૈસાના વધારાની સાથે હવે નવી કિંમત 80.02 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. જ્યારે પેટ્રોલની કિંમતમાં પણ 16 પૈસા પ્રતિ લિટર વધારો થયો છે.
આ 19 દિવસમાં પેટ્રોલ 8.66 રૂપિયા અને ડીઝલ 10.62 રૂપિયા પ્રતિ લિટર મોંઘા થયા છે. ગુજરાતમાં આ વધારા ઉપરાંત પ્રતિ લિટર પેટ્રોલ ડીઝલમાં 2 રૂપિયાનો વધારો થયો છે. સરકારે વેટમાં વધારો કરતા આ ગુજરાતની જનાત પર આ બોજો આવ્યો છે.
ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની કિંમતની વાત કરીએ તો આજે ગુજરાતના અમદાવાદ શહેરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 77.42 રૂપિયા અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 77.35 રૂપિયા થઈ છે. આમ જોવા જઈએ તો પેટ્રોલ અને ડીઝલની કિંમત લગભગ એકસમાન થઈ ગઈ છે.
જ્યારે વૈશ્વિક માર્કેટમાં ક્રૂડની કિંમતમાં સતત ઘટાડો રહેવા છતાં સતત 19માં દિવસે કિંમતમાં વધારો થતા કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠી રહ્યા છે. હાલમાં જ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ પીએમ મોદીને પત્ર લખીને તેના પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને સરકાર પાસે પેટ્રોલ ડીઝલની કિંમતમાં નિયંત્રણ લાવવાની અપીલ કરી હતી, તેમજ રાહુલગાંધીએ પણ ટ્વીટ કરી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com