પ્રવેગ : Q2ના નફામાં 400%નો વધારો,આવક 260% વધી
પ્રવેગ કોમ્યુનિકેશન ( ઈન્ડિયા ) લિમિટેડ એ તેના જુલાઈ - સપ્ટેમ્બર 2021 કવાર્ટરના પરિણામોની જાહેરાત કરી, જેમાં કંપની દ્વારા રૂ.169.34 લાખનો ચોખ્ખો નફો નોંધાવ્યો, જે ગયા વર્ષના સમાન સમયગાળાના રૂ.46.33 લાખના ચોખ્ખા નફાની સરખામણીમાં લગભગ ચાર ગણો વધારે છે.ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં પ્રવેગન
પ્રવેગ કોમ્યુનિકેશન ( ઈન્ડિયા ) લિમિટેડ એ તેના જુલાઈ - સપ્ટેમ્બર 2021 કવાર્ટરના પરિણામોની જાહેરાત કરી, જેમાં કંપની દ્વારા રૂ.169.34 લાખનો ચોખ્ખો નફો નોંધાવ્યો, જે ગયા વર્ષના સમાન સમયગાળાના રૂ.46.33 લાખના ચોખ્ખા નફાની સરખામણીમાં લગભગ ચાર ગણો વધારે છે.
ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં પ્રવેગની આવક રૂ.891.34 લાખ થઇ છે .જે ગયા વર્ષના સમયગાળામાં રૂ.341.25 લાખ હતી, આમ કંપનીની આવકમાં 260 ટકાનો વધારો થયો છે. કંપની દ્વારા સ્ટોક એક્સચેન્જમાં ઉપર મુજબની માહિતી આપવામાં આવેલ હતી.

પ્રવેગ કોમ્યુનિકેશન ઈન્ડિયા લિમિટેડ દ્વારા ગુજરાત રાજ્ય સરકાર, મોટા કોર્પોરેટ અને પ્રખ્યાત ઉદ્યોગસાહસિકો સહીત વિશાળ ગ્રાહકોને સેવાઓ પુરી પડતી એડવર્ડટાઇઝિંગ અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની તરીકે શરૂઆત કરી હતી, જે છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી કાર્યરત છે. કંપની પાસે એક વૈવિધ્યસભર પોર્ટફોલિયો છે જેમાં ઈવેન્ટ્સ અને એક્ઝિબિશન મેનેજમેન્ટ, ટુરિઝમ અને હોસ્પિટાલિટી તથા રિયલ એસ્ટેટ માર્કેટિંગ સેવાઓનો સમાવેશ થાય છે
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com