દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, દ્વારકા જિલ્લાના અનેક ડેમો ઓવરફલો...જુઓ વિડીયો...
સમગ્ર રાજ્યમાં વરસાદનું વિધિવત રીતે આગમન થયું છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ ધમકેદાર એન્ટ્રી મારી છે.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત ત્રણ દિવસ અનરાધાર વરસાદ ના કારણે જિલ્લામાં સાની ડેમ ને બાકાત રાખતા તમામ જળાશયો ઓવરફ્લો ફલો થયા હતા.અવિરત વરસી રહેલ ધોધમાર વરસાદના પગલ
સમગ્ર રાજ્યમાં વરસાદનું વિધિવત રીતે આગમન થયું છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ ધમકેદાર એન્ટ્રી મારી છે.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત ત્રણ દિવસ અનરાધાર વરસાદ ના કારણે જિલ્લામાં સાની ડેમ ને બાકાત રાખતા તમામ જળાશયો ઓવરફ્લો ફલો થયા હતા.

અવિરત વરસી રહેલ ધોધમાર વરસાદના પગલે દ્વારકા જિલ્લા ના સાની ડેમ સિવાયના તમામ જળાશયો થયા ઓવરફલો. થતા ખંભાળીયા , ભાણવડ અને કલ્યાણપુર વિસ્તાર માં આવેલ 14 ડેમ ઓવરફ્લો થયા હતા.દ્વારકા જિલ્લા માં મોસમ ના પહેલા જ વરસાદી રાઉન્ડમાં ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો ખુશખુશાલ થયા છે.
દ્વારકા જિલ્લા માં આવેલ ઓવરફ્લો થયેલ ડેમ વર્તુ 1 ઓવરફ્લો ,સોનમતી ઓવરફ્લો ,મીણસાર ઓવરફ્લો , વેરાડી 2 ઓવરફ્લો , વર્તુ 2 ઓવરફ્લો , સિંઘણી ઓવરફ્લો , શેઢા ભારથરી ઓવરફ્લો , વેરાડી 1 ઓવરફ્લો , કબરકા ઓવરફ્લો , ગઢકી ઓવરફ્લો , સિંહણ ઓવરફ્લો , મહાદેવીયા ઓવરફ્લો , કંડોરણા ડેમ ઓવરફ્લો થયા હતા.

ઉલ્લેખનીય છે કે સીઝનની શરુઆતમાં જ મન મુકીને મેઘરાજા વરસી રહ્યા છે.. અને વિવિધ જિલ્લાઓમાં 17 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com