25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

લગ્નની લાલચ આપીને 6 મહિના સુધી મંગેતર કરતો રહ્યો વારંવાર દુષ્કર્મ, બાદમાં થયું એવું કે, મહિલાએ કરવું પડ્યું આ કામ

અમદાવાદ જિલ્લાની ચાંગોદર પોલીસ દ્વારા એક 28 વર્ષીય યુવક અને તેના માતા પિતાની ધરપકડ કરવામાં આવી છે. આ યુવક પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તે લગ્નની લાલચ આપીને પોતાની મંગેતર સાથે છ મહિનાથી રેપ કર્યો રહી હતો. ત્યાર બાદ તેને લગ્નની ના પાડી દીધી હતી. જેના કારણે પીડિતા દ્વારા પોલીસ ફરિયાદ દાખલ à

raping, rape, ahmedabad, ahmedabadnews, gujarat, changodar

અમદાવાદ જિલ્લાની ચાંગોદર પોલીસ દ્વારા એક 28 વર્ષીય યુવક અને તેના માતા પિતાની ધરપકડ કરવામાં આવી છે. આ યુવક પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તે લગ્નની લાલચ આપીને પોતાની મંગેતર સાથે છ મહિનાથી રેપ કર્યો રહી હતો. ત્યાર બાદ તેને લગ્નની ના પાડી દીધી હતી. જેના કારણે પીડિતા દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડતા વધુ તપાસ શરુ કરવામાં આવી છે. 


સાણંદમાં રહેનારી પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, આઠ મહિના અગાઉ તેણે મોરૈયા ગામમાં આવેલી એક ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરીંગ ફેક્ટરીમાં નોકરી જવાનું ચાલુ કર્યું હતું. જ્યારે સરખેજમાં રહેનાર આ યુવક સાથે તેની મુલાકાત થઈ હતી. દરરોજની મુલાકાત પ્રેમમાં પરિણમી અને બાદમાં બીજી ફેબ્રુઆરીના રોજ તેમની સગાઈ પણ કરવામાં આવી હતી. સગાઈ બાદ પીડિતાનો મંગેતર સતત સાણંદ તેના ઘરે આવતો રહેતો હતો.


જ્યારે ગઈ ફેબ્રુઆરી મહિનામાં યુવકનો તેના માતા-પિતા સાથે વિવાદ પણ થયો હતો. એટલે તે પીડિતાના ઘરે રહેવા માટે આવી ગયો હતો. પીડિતા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, જ્યારે તેનો મંગેતર તેના ઘરે રોકાયો ત્યારે તેનો વારંવાર તે રેપ કરતો રહેતો હતો. તેની સાથે તે પણ એ કહેતો હતો કે, આપણે ખૂબ જ જલ્દી પરણી જઈશું. પીડિતા દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેનો મંગેતર છ મહિના સુધી તેના ઘરે રહ્યો હતો અને તેની સાથે શારીરિક સુખ માણતો રહેતો હતો. લગભગ પંદર દિવસ અગાઉ તેના માતા-પિતા સાથે ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો તો તે તેના ઘરે રહેવા માટે ચાલ્યો ગયો હતો.


તેની સાથે બે અઠવાડિયા અગાઉ તેનો મંગેતર તેને મળવા આવ્યો ત્યારે તેને જણાવ્યું કે, તે તેની સાથે લગ્ન કરી શકશે નહીં અને આ સંબંધ આપણે તોડવો પડશે. ત્યાર બાદ પીડિતાએ મંગેતરના માતા-પિતાને વાત કરી તો તેમણે આપઘાત કરવાનું જણાવ્યું હતું. જેના કારણે મનમાં લાગી આવતા પીડિતાએ 8 ઓગસ્ટના રોજ ઝેરી દવા પી આપઘાત કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. જેના કારણે સારવાર માટે તેને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાં તેણે પોલીસને પોતાનું નિવેદન આપ્યું હતું. ચાંગોદર પોલીસ દ્વારા બાદમાં રેપનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેની સાથે જ તેના માતા-પિતાની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments