25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

બોલિવુડના પ્રખ્યાત અભિનેતા ઋષિ કપૂરનું હાલ નિધન થયું.

બોલિવુડના પ્રખ્યાત અભિનેતા ઋષિ કપૂરનું હાલ નિધન થયું છે. દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું 67 વર્ષની વયે નિધન થયું છે. ગઈકાલે તેમની તબિયત લથતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઋષિ કપૂરના નિધનથી બોલિવૂડમાં શોકની લહેર વ્યાપી ગઈ છે.અમિતાભ બચ્ચનને ટ્વિટ કરીને લખ્યું કે, વો ગયા, ઋષિ કપૂર ગયા. હાલ તેમનું

Rishi kapoor, Rishi, Kapoor, Rishi Kapoor Images, Breaking News
બોલિવુડના પ્રખ્યાત અભિનેતા ઋષિ કપૂરનું હાલ નિધન થયું.
બોલિવુડના પ્રખ્યાત અભિનેતા ઋષિ કપૂરનું હાલ નિધન થયું છે. દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું 67 વર્ષની વયે નિધન થયું છે. ગઈકાલે તેમની તબિયત લથતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઋષિ કપૂરના નિધનથી બોલિવૂડમાં શોકની લહેર વ્યાપી ગઈ છે.

અમિતાભ બચ્ચનને ટ્વિટ કરીને લખ્યું કે, વો ગયા, ઋષિ કપૂર ગયા. હાલ તેમનું નિધન થયું. હું ટૂટી ગયો છું. કપૂર ફેમિલીમાંથી રણધીર કપૂરે ઋષિના નિધનના અહેવાલની પુષ્ટિ કરી છે. તમને જણાવીએ કે, ઋષિ કપૂરને બુધવારે તેમના પરિવારે એચએન રિલાયંસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના ભાઈ રણધીરે જણાવ્યું હતું કે, તેમને શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થઈ રહ્યો હતો.

Rishi kapoor, Rishi, Kapoor, Rishi Kapoor Images, Breaking News

બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા ઋષિ કપૂરની અચાનક તબિયત ખરાબ થતા તેમણે મુંબઇના એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના સુત્રોથી મળેલી માહિતી મુજબ ઋષિ કપૂરને કેન્સર સંબંધિત સમસ્યાને લઇને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે આઇસીયુમાં રાખવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે 2018માં ઋષિ કપૂરને કેન્સર હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી. જે બાદ ન્યૂયોર્કમાં આશરે 8 મહીના સુધી તેમનો ઇલાજ ચાલી રહ્યો હતો. આ વાતની જાણકારી ઋષિ કપૂરે લોકોને આપી હતી કે તેમને કેન્સર છે અને હવે તેમની હાલતમાં સુધારો છે.

મળતી માહિતી પ્રમાણે ગઈકાલથી ઋષિ કપૂરની કન્ડિશન ક્રિટિકલ હતી. ઋષિ કપૂરની તબિયત ખરાબ થવાને કારણે આશરે 1 અઠવાડિયાથી હોસ્પિટલમાં હતા. આ પહેલા તેમણે ફેબ્રુઆરીમાં પણ ઋષિ કપૂરની તબિયત ખરાબ થઇ હતી જે બાદ તેમણે દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments