25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

સાણંદની ફેક્ટરીમાં લાગેલી આગ પર કાબુ મેળવવા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની સુચનાને પગલે એન.ડી.આર.એફ.ની ટીમ સાણંદ મોકલાઈ...

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાની 'યુનીકેમ' કંપનીમાં આજે લાગેલી આગના પગલે જિલ્લા પ્રશાસને અગ્નિશમન તેમજ બચાવકાર્યના પગલાં તત્કાલ શરૂ કર્યા છે. અમદાવાદ જિલ્લા કલેકટર કે.કે નિરાલા એ જણાવ્યું છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સીધી સૂચનાને પગલે એન.ડી.આર.એફ.ની ટુકડી મોકલવામાં આવી છે. એન

સાણંદની ફેક્ટરી, sanand factory, sanand, factory
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાની 'યુનીકેમ' કંપનીમાં આજે લાગેલી આગના પગલે જિલ્લા પ્રશાસને અગ્નિશમન તેમજ બચાવકાર્યના પગલાં તત્કાલ શરૂ કર્યા છે. અમદાવાદ જિલ્લા કલેકટર કે.કે નિરાલા એ જણાવ્યું છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સીધી સૂચનાને પગલે એન.ડી.આર.એફ.ની ટુકડી મોકલવામાં આવી છે. એન.ડી.આર.એફની ટીમ બચાવ રાહત કામમાં જોડાઈ છે. ફેક્ટરીમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી.

સાણંદની ફેક્ટરી, sanand factory, sanand, factory

આઉપરાંત કલેકટર ના જણાવ્યા મુજબ અગ્નિશમન માટે 36 થી વધુ ફાયર ફાઇટર વાહન અને 270થી વધુ ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળ પર રાહત કામગીરીમાં જોડાયા છે. ડાયપરનું ઉત્પાદન કરતી આ કંપની 80 એકરમાં ફેલાયેલી છે જ્યાં ૩૫ એકરમાં ઉત્પાદનની કામગીરી થાય છે.

સાણંદની ફેક્ટરી, sanand factory, sanand, factory

જિલ્લા પ્રશાસન ઉક્ત કંપનીના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. હાલ કોઈ જ પ્રકારની જાનહાનિના સમાચાર નથી. આગના પગલે થયેલા નુકશાનની વિગત આગ કાબુમાં આવ્યા બાદ જાણી શકાશે.આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવાશે તેમ જિલ્લા કલેકટરશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments