25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

સંજય લીલા ભણશાલી પણ કોરોનાગ્રસ્ત થયા

મુંબઇમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. હજી તો રણબીર કપૂરને કોરોના થયાના સમાચાર આવ્યા તેટલામાં તો સંજય લીલા ભણશાલીને કોરોના થયાનો અહેવાલ છે. તેમની આવનારી ફિલ્મનું શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. રિપોર્ટસની માનીએ તો, દિગ્દર્શક સંજય લીલા ભણશાલી પણ કોવિડ-૧૯ના સપાટામાં આવ્યા છે. તેઓ પોતાન

મુંબઇ, કોરોનાના કેસ, સંજય લીલા ભણશાલી,  કોવિડ પોઝિટિવ, કોવિડ-૧૯
તેમની સાથે ફિલ્મનું શૂટિંગ કરી રહેલી આલિયા ભટ્ટની પણ કોરોના ટેસ્ટ કરવામાં આવી

મુંબઇમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. હજી તો રણબીર કપૂરને કોરોના થયાના સમાચાર આવ્યા તેટલામાં તો સંજય લીલા ભણશાલીને કોરોના થયાનો અહેવાલ છે. તેમની આવનારી ફિલ્મનું શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. 


રિપોર્ટસની માનીએ તો, દિગ્દર્શક સંજય લીલા ભણશાલી પણ કોવિડ-૧૯ના સપાટામાં આવ્યા છે. તેઓ પોતાની ઓફિસમાં જ ક્વોરોનટાઇનમાં રહે છે. તેમની આવનારી ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડીનું શૂટિંગ હાલ બંધ કરી દેવામાં આવ્યું છે. સંજય લીલા ભણશાલીની માતાની પણ કોરોનાની ટેસ્ટ લેવામાં આવી છે. 


સંજય લીલા ભણશાલી ફિલ્મના સેટ પર કોવિડ પોઝિટિવ જોવા મળ્યા હતા.જોકે તેમણે પોતાને ઓફિસમાં જ ક્વોરન્ટાઇન કરી લીધા છે. રિપોર્ટસની માનીએ તો, આલિયા ભટ્ટે પણ પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો છે અને તે પણ હોમ ક્વોરન્ટાઇન થઇ ગઇ છે. જોકે આ લખાય છે ત્યાં સુધીમાં આલિયાના કોરોના ટેસ્ટનો રિપોર્ટ આવ્યો નહોતો. 


હાલમાં જ સંજય લીલા ભણશાલીએ પોતાના જન્મદિવસની ઊજવણી કરી હતી. આ પાર્ટીમાં ઘણી સેલિબ્રિટિઓ સામેલ થઇ હતી. તેમજ તેમનું ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડીનું શૂટિંગ પણ સતત ચાલી રહ્યું છે. એવામાં બર્થ ડે પાર્ટીમાં સામેલ લોકો અને તેમની ફિલ્મની ટીમના લોકોની પણ કોવિડ-૧૯ની ટેસ્ટ કરાવી પડશે.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments