25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

BPL ધારક કુટુંબો અને ખેડૂતોને વીજ બીલમાં રાહત, રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલની મહત્વની જાહેરાત...

રાજ્યના ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ દ્વારા વીજ યુનીટને લઈને અગત્યની જાહેરાત કરવામાં આવી છે, જેમાં BPL કુટુંબો માટે હવે 50 યુનિટ વપરાશ પર એક ભાવ 1.50 રૂપિયા પ્રતિ યુનિટના ભાવે મળશે તેમજ વીજળી ખેતીવાડીમાં યુનિટદીઠ ભાવમાં ઘટાડો કરવામાં આવશે. જેનો લાભ.ઉદ્યોગોમાં રાત્રે વપરાતી વીજળીમાં આપવામાં

રાજ્યના ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ દ્વારા વીજ યુનીટને લઈને અગત્યની જાહેરાત કરવામાં આવી છે, જેમાં BPL કુટુંબો માટે હવે 50 યુનિટ વપરાશ પર એક ભાવ 1.50 રૂપિયા પ્રતિ યુનિટના ભાવે મળશે તેમજ વીજળી ખેતીવાડીમાં યુનિટદીઠ ભાવમાં ઘટાડો કરવામાં આવશે. જેનો લાભ.ઉદ્યોગોમાં રાત્રે વપરાતી વીજળીમાં આપવામાં આવશે. દરેક વર્ષની 1 એપ્રિલથી વીજ યુનીટનો નવો ભાવ જાહેર થાય છે. 

ઉર્જા મંત્રી સૌરભ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, BPL કુટુંબમાં માસિક 30 યુનિટ ના વપરાશ માં 1.50 રૂપિયા નો યુનિટ ભાવ હતો તે હવે 50 યુનિટ સુધી એજ ભાવ રહેશે. તેમજ ખેતીવાડીમાં લિફ્ટ એરિગેસનમાં યુનિટ દીઠ 1.80 ભાવ હતો તેમાં પણ ઘટાડો કરવામાં આવશે.

આ ઉપરાંત ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું કે ઉદ્યોગોમાં રાત્રે જે વીજળી વાપરવામાં આવે છે તેમાં પણ લાભ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.

આ ઉપરાંત ગરીબ ખેડૂતો તેમજ ઉદ્યોગોના વીજ દર માં લાભ મળે તેને લઈ કોઈ યુનિટ માં ભાવ વધારો કરવામાં આવેલ નથી..

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments