25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

શાહરૂખ ખાન બનવા માંગે છે સૌથી મોટો એડલ્ટ ફિલ્મ સ્ટાર, આ સાંભળીને ચાહકો પણ ચોંકી ગયા

સુપરસ્ટાર શાહરૂખ ખાન બોલીવુડના સૌથી પ્રિય સ્ટાર્સમાંથી એક છે. તે સૌથી શિક્ષિત અભિનેતાઓમાંના એક છે. શાહરૂખ ખાનની હોંશિયારી અને ઉત્તમ સેન્સ ઓફ હ્યુમરથી લોકો તેને વધારે પસંદ કરે છે. ઘણી વખત એવું પણ બન્યું છે જ્યારે શાહરુખ પોતાના કેટલાક નિવેદનોને કારણે વિવાદોમાં ફસાઈ જતા હોય છે ત્યારે એ

Shah Rukh Khan, Shah Rukh Khannews, bollywood, bollywood news, adult film star
સુપરસ્ટાર શાહરૂખ ખાન બોલીવુડના સૌથી પ્રિય સ્ટાર્સમાંથી એક છે. તે સૌથી શિક્ષિત અભિનેતાઓમાંના એક છે. શાહરૂખ ખાનની હોંશિયારી અને ઉત્તમ સેન્સ ઓફ હ્યુમરથી લોકો તેને વધારે પસંદ કરે છે. ઘણી વખત એવું પણ બન્યું છે જ્યારે શાહરુખ પોતાના કેટલાક નિવેદનોને કારણે વિવાદોમાં ફસાઈ જતા હોય છે ત્યારે એક એવી ઘટના છે જે શાહરૂખના ચાહકોને જરા પણ પસંદ નહોતી.

2009 માં શાહરૂખ ખાન મેનેજમેન્ટ ગુરુ અરિંદમ ચૌધરી દ્વારા ડિસ્કવર ધ ડાયમંડ ઇન યુ પુસ્તક લોન્ચ કરવા માટે દિલ્હીમાં હતા, ત્યારે તેમણે તેમની ઇચ્છા વ્યક્ત કરી. તેમણે જાહેર કર્યું હતું કે, તે એડલ્ટ ફિલ્મ સ્ટાર બનવા માંગે છે.

દર્શકોના મનોરંજન માટે શાહરૂખ ખાને કહ્યું હતું કે, "હું હંમેશા એડલ્ટ ફિલ્મોનો સ્ટાર બનવા માંગતો હતો. એડલ્ટ ફિલ્મ સ્ટાર બનવા માટે હું સંપૂર્ણ હકારાત્મકતા અને સ્પષ્ટતા સાથે કામ કરવા જઈ રહ્યો છું." તેણે એ પણ જાહેર કર્યું કે તેને આ પ્રેરણા ક્યાંથી મળી. શાહરૂખે કહ્યું કે, "હું હંમેશા સિલ્વેસ્ટર સ્ટેલોનનો મોટો ચાહક રહ્યો છું, જે હોલીવુડ સુપરસ્ટાર બન્યા પહેલા તે એડલ્ટ ફિલ્મ સ્ટાર હતો.

શાહરુખ ખાન પોતાની અલગ અલગ ટિપ્પણીઓ માટે જાણીતો છે, તેણે લોકોના મનોરંજન માટે આ કહ્યું હતું પરંતુ કદાચ ચાહકોને તેની વાત બહુ ગમી નહોતી. શાહરુખ આટલું કહીને અટક્યો નહિ તેમણે વધુમાં એ પણ જણાવ્યું કે, હું સફળ એડલ્ટ ફિલ્મ સ્ટાર બનીને બતાવીશ.

તમને જણાવી દઈએ કે કિંગ ખાન ટૂંક સમયમાં સિદ્ધાર્થ આનંદની એક્શન થ્રિલર ફિલ્મ પઠાણમાં જોવા મળશે. આ ફિલ્મ સાથે શાહરૂખ 4 વર્ષના લાંબા સમયગાળા બાદ સિલ્વર સ્ક્રીન પર પરત ફરશે

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments