25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

સાઈબિરિયામાં 21 હજાર ટન ડીઝલ ઢોળનારી કંપનીને 2 અબજ ડૉલરનો દંડ.

આર્કટિક સર્કલ વિસ્તારમાં આવેલા રશિયાના ઉત્તરી પ્રાંત સાઈબિરિયામાં ડીઝલ ઢોળવા બદલ નોરિલ્સ્ક નિકલ નામની કંપનીને 2 અબજ ડૉલરનો દંડ કરાયો છે. ગયા વર્ષે કંપનીની બેદરકારીથી આર્કટિકના શુદ્ધ વાતાવરણને દૂષિત કરતી આ ઘટના બની હતી. 21 હજાર ટન ડીઝલ નદી અને જમીન પર ઢોળાયું હતું. સ્થિતિ ગંભીર થતાં રશ

આર્કટિક સર્કલ, કંપની, ડીઝલ, રશિયા, શહેર
રશિયાના ઈતિહાસમાં પર્યાવરણ માટે સૌથી મોટી પેનલ્ટી ઢોળાયેલું ડીઝલ 350 ચોરસ કિલોમીટરમાં ફેલાયું હતું.

આર્કટિક સર્કલ વિસ્તારમાં આવેલા રશિયાના ઉત્તરી પ્રાંત સાઈબિરિયામાં ડીઝલ ઢોળવા બદલ નોરિલ્સ્ક નિકલ નામની કંપનીને 2 અબજ ડૉલરનો દંડ કરાયો છે. ગયા વર્ષે કંપનીની બેદરકારીથી આર્કટિકના શુદ્ધ વાતાવરણને દૂષિત કરતી આ ઘટના બની હતી.


 21 હજાર ટન ડીઝલ નદી અને જમીન પર ઢોળાયું હતું. સ્થિતિ ગંભીર થતાં રશિયન પ્રમુખે ત્યાં પર્યાવરણીય કટોકટી જાહેર કરી હતી. આર્કટિક એટલે કે ધરતીના ઉત્તર ધુ્રવના પર્યાવરણને હાની પહોંચાડનારી એ એક મોટી દુર્ઘટના હતી.

કંપનીએ આ નુકસાન પેટે 2 અબજ ડૉલરનો દંડ ભરવાની તૈયારી દર્શાવી હતી. 


કંપની નિકલ ઉત્પાદક છે અને રશિયાના નોરિલ્સ્ક શહેરમાં આવેલી છે. શહેરને જે નુકસાન થયું એ રકમમાંથી સુધારવાનો પ્રયાસ કરાશે. રશિયાના ઈતિહાસનો આ સૌથી મોટો પર્યાવરણ દંડ છે. આ અકસ્મતા પછી 2020માં કંપનીનો નફો પણ 39 ટકા ઘટયો હતો.


થર્મલ પાવર પ્લાન્ટમાં આવેલી બળતણની ટાંકીમાં ભાંગ-તૂટ થતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. તેના કારણે સ્થાનિક પર્યાવરણને અને જળમાર્ગ સાથે જ્યાં જ્યાં ડીઝલ ગયુ ત્યાં મોટુ નુકસાન થયુ છે. જળચર જીવોના મૃત્યુ થયા છે. ઢોળાયેલું ઓઈલ લગભગ  350 ચોરસ કિલોમીટર દૂર સુધી પથરાયુ હતું.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments