25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

સમગ્ર દેશને હચમચાવી દેનાર સુરત તક્ષશિલા અગ્નિકાંડની આજે પ્રથમ વરસી, મૃતક બાળકોના પરિવાર હજુ પણ ન્યાયની રાહમાં...

આજે સમગ્ર દેશ કોરોના વાયરસના કહેર સામે લડી રહ્યો છે ત્યારે બરોબર આજથી એક વર્ષ પહેલાં સુરતમાં  દેશને હચમચાવી દેનારી એક ઘટના બની હતી. 24મી મે, વર્ષ 2019 ના રોજ સુરતમાં તક્ષશિલામાં અગ્નિકાંડની ઘટના સર્જાઈ હતી. આ ઘટનાના દ્રશ્યો જોઈને અનેક લોકોની આંખમાં આસું આવી ગયા હતા. તેમજ એ ગોઝારો દિવસ કોઈ પ

આજે સમગ્ર દેશ કોરોના વાયરસના કહેર સામે લડી રહ્યો છે ત્યારે બરોબર આજથી એક વર્ષ પહેલાં સુરતમાં  દેશને હચમચાવી દેનારી એક ઘટના બની હતી. 24મી મે, વર્ષ 2019 ના રોજ સુરતમાં તક્ષશિલામાં અગ્નિકાંડની ઘટના સર્જાઈ હતી. આ ઘટનાના દ્રશ્યો જોઈને અનેક લોકોની આંખમાં આસું આવી ગયા હતા. તેમજ એ ગોઝારો દિવસ કોઈ પણ ભૂલી શકે તેમ નથી, આ જ દિવસે સાંજે ચાર વાગ્યે એવી ઘટના બની કે તેને એક બે નહીં પરંતુ 22 નિર્દોષોએ પોતાના જીવ ગુમાવ્યા હતાં, એક તરફ બિલ્ડિંગના ચોથા માળેથી જીવ બચાવી વિદ્યાર્થીઓ કુદી રહ્યા હતાં, તો બીજી તરફ 16 જેટલા માસુમો આગની જ્વાળામાં લપટાઈ ચુક્યા હતા.


સુરત સહિત દેશને રડાવનાર આ અગ્નિકાંડનું આજે એક વર્ષ પૂર્ણ થયું છે. જેમાં 22 વિદ્યાર્થીઓના મોત થયા હતા. તેને આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. તેમના પરિવારજનો પોતાના ઘરે દીવા પ્રગટાવી તમામને શ્રદ્ધાંજલિ આપશે. આ સાથે અગ્નિકાંડના આરોપીઓને સજા મળે તેવી માગ પણ કરવામાં આવશે.


ઘટનાની વાત કરવામાં આવે તો સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલી તક્ષશિલા આર્કેડમાં ગત 24 મે આગની ઘટના બની હતી. આ ઘટનામાં તક્ષશિલા આર્કેડના ચોથા માળે સળગી જવાથી 16 વિદ્યાર્થીઓના મોત થયા હતાં, ત્યાંજ 6 લોકોના ચોથા માળેથી કુદવાના કારણે મોત થયા હતાં. આમ સમગ્ર ઘટનમાં 22 માસૂમોનો જીવ ગયો હતો.


ઉલ્લેખનીય છે કે સુરતમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત રાજનેતાઓ, સેલિબ્રિટીઓ અનેક લોકોએ આ ઘટનાને ગંભીર ગણાવી હતી. તેમજ આ ઘટનામાં નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (NHRC) એટલે કે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે ગુજરાત સરકારને નોટિસ પાઠવી અને જવાબ માગ્યો હતો.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments