25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

સુરતમાં સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં લઈને હજી આટલા દિવસ સુધી બંધ રહેશે બસ સેવા...

સુરતમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે તંત્ર દ્વારા છેલ્લા ઘણા દિવસથી એસટી બસોની અવર-જવર બંધ કરવામાં આવી છે. પરંતુ સુરતમાં સતત વધી રહેલા કેસોને જોતા હજુ એક સપ્તાહ બસો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુરત શહેર તથા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આજે જિલ્લામાં વધુ 237

સુરતમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે તંત્ર દ્વારા છેલ્લા ઘણા દિવસથી એસટી બસોની અવર-જવર બંધ કરવામાં આવી છે. પરંતુ સુરતમાં સતત વધી રહેલા કેસોને જોતા હજુ એક સપ્તાહ બસો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

સુરત શહેર તથા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આજે જિલ્લામાં વધુ 237 કેસ સામે આવ્યા છે. તો 6 લોકોના મૃત્યુ પણ થયા છે. સુરતમાં કુલ કેસોની સંખ્યા વધીને 14 હજાર 308 થઈ ગઈ છે. સુરતમાં કોરોના સંક્રમણને રોકવા માટે તંત્ર સતત કામ કરી રહ્યું છે. આ વચ્ચે સુરત અવર-જવર કરતી બસો હજુ એક સપ્તાહ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની પરિસ્થિતિ ની જો વાત કરવામાં આવે તો નવા 1078 કેસ નોંધાયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 66777 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 23 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 2557 પર પહોંચી ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 1046 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. આમ અત્યાર સુધી 49405 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ચુક્યા છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments