25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

બુટલેગરોનો સુરતમાં આતંક- દારૂનો અડ્ડો ખોલવા જગ્યા આપવાની ના પાડી તો ખુલ્લેઆમ છરી મારીને કરી હત્યા...

સુરતમાં હત્યાના બનાવો સામાન્ય થઈ ગયા હોય છે. સુરતના પાંડેસરા માં ફરી એકવાર ક્રૂર હત્યાની ઘટના સામે આવી છે, વાત એવી છે કે બુટલેગર દ્વારા દારૂનો વેપાર કરવા માટે જગ્યાની માંગણી કરવામાં આવી હતી અને જગ્યા ના માલિક એ જગ્યા આપવાની ના પાડતા બુટલેગરે ગુસ્સામાં આવીને જગ્યા ના માલિકના દીકરાની હàª

સુરત , બુટલેગર, દારૂ , ગુજરાત, surat, gujarat
સુરતમાં હત્યાના બનાવો સામાન્ય થઈ ગયા હોય છે. સુરતના પાંડેસરા માં ફરી એકવાર ક્રૂર હત્યાની ઘટના સામે આવી છે, વાત એવી છે કે બુટલેગર દ્વારા દારૂનો વેપાર કરવા માટે જગ્યાની માંગણી કરવામાં આવી હતી અને જગ્યા ના માલિક એ જગ્યા આપવાની ના પાડતા બુટલેગરે ગુસ્સામાં આવીને જગ્યા ના માલિકના દીકરાની હત્યા કરી હતી અને આ વાત બહાર આવતા સમગ્ર વિસ્તારમાં મોડીરાત્રે ચકચાર મચી ગયો હતો. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ભવાની નગર નજીક રહેતા કનૈયા નામના યુવકને મોડી રાત્રે ગણેશ દુબે અને તેના અન્ય સાથીઓ દ્વારા ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી.
સુરત , બુટલેગર, દારૂ , ગુજરાત, surat, gujarat
Bootlegger Ganesh Dubey Killed Youth Kanaiya in Pandesara Surat case  Update- સુરતના પાંડેસરામાં દારૂના વેચાણ માટે જગ્યા ન આપનારની બુટલેગર ગણેશ  દુબેએ હત્યા કરી, પિતા અંતિમ ...

મળતી માહિતી મુજબ ભાજપ નાં પૂર્વ શાસકપક્ષ નેતા ની બાજુ માં દારુ નો અડ્ડો ચલાવવાં જગ્યા માંગણીના મુદ્દે એક ગરીબ પરિવાર ના એક ના એક પુત્ર ની હત્યા કરી નાખવામાં આવી હતી. બહાર આવતી માહિતી અનુસાર ગણેશ દુબે નામનો વ્યક્તિ દારૂનો વેપાર સાથે જોડાયેલો છે. તેને જ મૃત્યુ પામેલ કનૈયાના પિતા પાસે દારૂનો વેપાર કરવા જગ્યા માંગી હતી. પણ કોઈ કારણોસર કનૈયાના પિતાએ જગ્યા આપવાની ના પાડી અને ગુસ્સે ભરાયેલ બુટલેગરે બદલો લેવા માટે એ પિતાના દીકરા કનૈયાની હત્યા કરી નાખી હતી.
સુરત , બુટલેગર, દારૂ , ગુજરાત, surat, gujarat
બુટલેગરો સાથે કનૈયાના પિતાના સંબંધ હોવાને લઈને પિતાએ ફરિયાદ કરવાની ના પાડી દીધી હતી જેને લઇને પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીઓને પકડવા બીજો રસ્તો શોધવો પડે એમ છે. પણ હાલ જે રીતે પોલીસ કામગીરી કરી રહી છે એ જોતા એવું લાગે છે કે તેમની કામગીરી નિષ્ફળ જઈ રહી છે. આ સાથે જ શહેરમાં હજુ ડરનો માહોલ છે અને શહેરમાં અસામાજીક તત્વો અને બુટલેગરો બેફામ ફરી રહ્યા છે. 


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments