25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

લોકડાઉનમાં ગુજરાતીઓએ કેટલા કરોડની કરી બચત..

કોરોના ક્રાઇસિસ વચ્ચે પણ ગુજરાતીઓએ બેન્ક થાપણો તેમજ બચતોને એન્કેશ કરવાના બદલે ઇમર્જન્સી ફંડને ધ્યાનમાં રાખીને બચતોમાં 21 હજાર કરોડની વૃદ્ધિ નોંધાવી છે. માર્ચ ક્વાર્ટરમાં ગુજરાતની બેન્કોમાં ડિપોઝિટ 7.60 લાખ કરોડની હતી, જે જૂન ક્વાર્ટરમાં વધીને 7.81 લાખ કરોડ થઈ ગઈ છે. એનઆરઆઇ ડિપોઝિટ પણ વધી

કોરોના ક્રાઇસિસ વચ્ચે પણ ગુજરાતીઓએ બેન્ક થાપણો તેમજ બચતોને એન્કેશ કરવાના બદલે ઇમર્જન્સી ફંડને ધ્યાનમાં રાખીને બચતોમાં 21 હજાર કરોડની વૃદ્ધિ નોંધાવી છે. માર્ચ ક્વાર્ટરમાં ગુજરાતની બેન્કોમાં ડિપોઝિટ 7.60 લાખ કરોડની હતી, જે જૂન ક્વાર્ટરમાં વધીને 7.81 લાખ કરોડ થઈ ગઈ છે. એનઆરઆઇ ડિપોઝિટ પણ વધી રૂ. 7500 કરોડની વૃદ્ધિ સાથે રૂ. 3.60 લાખ કરોડ નોંધાઈ છે.


દેશમાં સેવિંગ રેશિયો (બચત)ની દૃષ્ટિએ પાવરધા ગણાતા ગુજરાતીઓએ કોરોના મહામારી જેવી કટોકટીના સમયમાં પણ બચતમાં વૃદ્ધિ કરી છે. કોરોના વાઇરસ મહામારીમાં નોકરિયાત વર્ગની બચતમાં અવશ્યપણે સામાન્ય ઘટાડો આવ્યો છે, પરંતુ તેની સામે 70 ટકાથી વધુ લોકોએ ઈમર્જન્સી ફંડ, મેડિકલ અને અન્ય બીજી જરૂરી ચીજો માટે બચતને પ્રાધાન્ય આપતા થયા છે. મંદી, મહામારી, અને લૉકડાઉનને કારણે લોકોની બચત સામાન્ય ઘટી છે.



આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments