પંચમહાલ: શહેરામાં વૃધ્ધને અંતરીયાળ વિસ્તારમા લઈ જઇને નાંણા લુટી લેતા ઈસમને લોકોએ ઝડપી પાડ્યો.
શહેરા, પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે વૃધ્ધને અંતરિયાળ જગ્યા ઉપર લઈ જઇને ધાકધમકી આપી પૈસા પડાવી લેનાર ઇસમને લોકોને ઝડપી પાડી મેથીપાક આપ્યો હતો.અને ત્યારબાદ પોલીસને જાણ કરવામા આવી હતી.હાલ આ ઇસમ સામે શહેરા પોલીસ મથકમા ફરિયાદ નોધવામા આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર શહેરા તાલુકાના આંકડીયા ગા
શહેરા, પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે વૃધ્ધને અંતરિયાળ જગ્યા ઉપર લઈ જઇને ધાકધમકી આપી પૈસા પડાવી લેનાર ઇસમને લોકોને ઝડપી પાડી મેથીપાક આપ્યો હતો.અને ત્યારબાદ પોલીસને જાણ કરવામા આવી હતી.હાલ આ ઇસમ સામે શહેરા પોલીસ મથકમા ફરિયાદ નોધવામા આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર શહેરા તાલુકાના આંકડીયા ગામના અખમભાઇ જીભાભાઈ બારીયા પોતે પાનમ હાઇલેવલ કેનાલ પાસેના ના નાળા ઉપર ઉભા હતા.તે સમયે સામલી બેટીયા ગામના નદી ફળીયા તા ગોધરા ગામનો ઇસમ નાનાભાઈ નટૂભાઇ ચૌહાણ પલ્સર બાઈક ઉપર તેમની પાસે આવીને હુ તમને ઓળખૂ છૂ.હૂ તમને તમારા ઘરે મુકી જવૂ.તેમ કહીને વૃધ્ધને બાઈક પર બેસાડી અંતરીયાળ રસ્તે લઈ જઇને પ્લસરબાઈક સાઈડમા ઊભી રાખીને ધાકધમકીઓ આપીઓને ખિસ્સાના ૩૦૦ રૂપિયા કાઢી લેતા અખમભાઇએ બૂમાબૂમ કરતા રસ્તે આવતા જતા સ્થાનિક રાહદારીઓનૂ ધ્યાન જતા આરોપી નાનાભાઇ ચૌહાણને પકડીને લીધો હતો.અને પોલીસને જાણ કરતા પોલીસની ટીમ આવી ગઈ હતી.અને આરોપીને પકડીને પોલીસ સ્ટેશનને સોપ્યો હતો.અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com
Pravin Prajapati