25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

લ્યો બોલો!!! પ્રવાસીઓએ ઝુ નાં પોપટોને ગાળો બોલતા કરી દીધા

પક્ષીઓમાં એક પોપટ જ છે જે સરળતાથી તમારા શબ્દોની કોપી કરી શકે છે, પણ તેનો ગેરફાયદો ઝુ ના પ્રવાસીઓએ ઉઠાવ્યો અને ઝુમાં રહેતા પોપટને ગાળો બોલતા કરી દીધા. હા, આ વાત છે બ્રિટનના ઝુ ની,  બ્રિટનના લિન્કનશાયર વાઈલ્ડ લાઈફ પાર્કમાં આવેલા ઝૂમાં રખાયેલા પાંચ પોપટોની જે ઝૂની મુલાકાત લેનારા લોકોને ગા

Zoo, Britain, Britain Zoo, Parrot, Britain Zoo Parrot, Five Parrots

પક્ષીઓમાં એક પોપટ જ છે જે સરળતાથી તમારા શબ્દોની કોપી કરી શકે છે, પણ તેનો ગેરફાયદો ઝુ ના પ્રવાસીઓએ ઉઠાવ્યો અને ઝુમાં રહેતા પોપટને ગાળો બોલતા કરી દીધા. હા, આ વાત છે બ્રિટનના ઝુ ની,  બ્રિટનના લિન્કનશાયર વાઈલ્ડ લાઈફ પાર્કમાં આવેલા ઝૂમાં રખાયેલા પાંચ પોપટોની જે ઝૂની મુલાકાત લેનારા લોકોને ગાળો આપતા હતા અને ખાસ કરીને બાળકો સાથે ઝૂમાં આવનારા મુલાકાતીઓને આ ગાળો સાંભળીને ભારે સંકોચજનક સ્થિતિમાં મુકાવુ પડતુ હતુ. જેથી હવે આ પોપટોને હવે ઝૂમાંથી હટાવી લેવાની ફરજ પડી છે.


ઓથોરિટી સમક્ષ પોપટોની ઢગલાબંધ ફરિયાદો આવ્યા બાદ આખરે તેમને ઝૂમાંથી ખસેડી લેવા પડ્યા છે.પાર્કના ચીફ એક્ઝિક્યુટિવ સ્ટીવ નિકોલસને ટાંકીને રજૂ કરાયેલા મીડિયા રિપોર્ટમાં કહેવાયુ છે કે, આફ્રિકન પ્રજાતિના પોપટને અલગ-અલગ લોકોએ ઝૂને ભેટ આપ્યા હતા.થોડા સમય માટે તેમને ક્વોરેન્ટિનમાં રાખવામાં આવ્યા હતા.એ પછી જયારે તેમને ઝૂમાં લોકો સમક્ષ મુકવામાં આવ્યા ત્યારે તે્મણે જુની આદતવશ ગાળો બોલવાનુ શરુ કર્યુ હતુ. 


નિકોલસના મતે આ પોપટો માટે કોઈ પણ શબ્દની નકલ કરવી આસાન છે.તેઓ કશું પણ બોલી શકે છે. કેટલાક લોકો એવા હતા જેમણે આ પોપટની ગાળોને એન્જોય પણ કરી હતી. ઘણાએ તો પોપટો સાથે ગાળોનુ આદાન પ્રદાન પણ કર્યુ હતુ.જોકે બાળકો પર તેની ખરાબ અસર ના પડે તે માટે પોપટોને થોડા સમય માટે હટાવી લેવાયા છે.અમને આશા છે કે, તેમનામાં થોડો સુધારો થાય તે પછી ફરી તેમને ઝૂમાં લાવી શકીશું.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments