25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

ઈલેક્ટ્રીક વ્હિકલ પોલિસી-૨૦૨૧ અંતર્ગત સબસીડી મેળવવા અરજદારે ડીજીટલ ગુજરાત પર અરજી કરવાની રહેશે

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસી-૨૦૨૧ જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત તા. ૦૧ જુલાઇ-૨૦૨૧ થી રાજ્યમાં નોંધાયેલા ઈલેક્ટ્રીક વાહનો ખરીદનારને સબસીડી ચુકવવામાં આવનાર છે. ઈ-વ્હીકલ પોલીસી-૨૦૨૧ અંતર્ગત નાગરિકો સબસીડીનો લાભ મેળવી શકે તે હેતુસર અરજદારશ્રી

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસી-૨૦૨૧ જાહેર કરવામાં 
આવી છે. જે અંતર્ગત તા. ૦૧ જુલાઇ-૨૦૨૧ થી રાજ્યમાં નોંધાયેલા ઈલેક્ટ્રીક વાહનો ખરીદનારને સબસીડી ચુકવવામાં આવનાર છે. ઈ-વ્હીકલ પોલીસી-૨૦૨૧ અંતર્ગત નાગરિકો સબસીડીનો લાભ મેળવી શકે તે હેતુસર અરજદારશ્રીએ ગુજરાત સરકારના “ડીજીટલ ગુજરાત” digitalgujarat.gov.in પ્લેટફોર્મ પર રજીસ્ટ્રેશન કરી પોતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજીની સાથે વાહનનો નોંધણી નંબર, વાહન માલિકનો મોબાઈલ નંબર તથા તેમના નામના બેંક એકાઉન્ટનો નંબર અને IFSC કોડની વિગતો આપવાની રહેશે. તે ઉપરાંત કેન્સલ કરેલ ચેક/પાસબુકનું પ્રથમ પાન અપલોડ કરવાનું રહેશે. સબસીડી મેળવવા માટેની ઓનલાઈન અરજી અંગે કોઇ ફી ચુકવવાની રહેશે નહીં તેમ રાજ્યના વાહનવ્યવહાર કમિશનરની યાદીમાં જણાવવામાં આવ્યુ છે. 

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments