25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

ગુજરાત નઈ તાલીમ સંઘના પ્રમુખ પદે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાની વરણી.

ગુજરાતમાં ગાંધીજીના વિચારોને લઈને ચાલતી બુનિયાદી શૈક્ષણિક સંશ્થાઓના સંગઠન ગુજરાત નઈ તાલીમ સંઘના પ્રમુખ પદે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાની વરણી કરવામાં આવી છે.અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે નઈ તાલીમ સંઘની સાધારણ સભા મળી હતી. જેમાં સર્વાનુમતે પ્રમુખ પદે મનસુખભાઈ  માં

Mansukh Mandviya, Gujarat , Nai Taalim Sangh, President, Gujarat News, Gujarati News, 25Kalak
ગુજરાતમાં ગાંધીજીના વિચારોને લઈને ચાલતી બુનિયાદી શૈક્ષણિક સંશ્થાઓના સંગઠન ગુજરાત નઈ તાલીમ સંઘના પ્રમુખ પદે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાની વરણી કરવામાં આવી છે.અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે નઈ તાલીમ સંઘની સાધારણ સભા મળી હતી. જેમાં સર્વાનુમતે પ્રમુખ પદે મનસુખભાઈ  માંડવિયાના નામને બહાલી આપવામાં આવી હતી.

Mansukh Mandviya, Gujarat , Nai Taalim Sangh, President, Gujarat News, Gujarati News, 25Kalak

ગુજરાતભરમાંથી બુનિયાદી શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ગુજરાતના વિદ્યાપીઠ ખાતે એકત્રિત થયા હતા. નઈ તાલીમ સંઘના પ્રમુખ પદેથી સંબોધન કરતા મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે બુનિયાદી શિક્ષણએ માણસના ઘડતરનો પાયો છે. જે ગાંધીજીના રાહ પર ચાલે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જે કામો નથી થયા તે આઝાદી બાદ હવે થઇ રહ્યા છે.દેશની નવી શિક્ષણ નીતિમાં સમાવેશ કરાયેલા ઘણા મુદ્દા મૂળ તો  બુનિયાદી શિક્ષણના જ છે તેમને ઉમેર્યું હતું કે બુનિયાદી શિક્ષણ તેના પ્રચાર-પ્રસાર અને માર્કેટિંગ કરવામાં પાછળ રહ્યું છે.જેની આપણે આજથી શરૂઆત કરીશું.આ સંસ્થાઓમાં વિદેશથી પણ વિદ્યાર્થીઓ ભણવા આવે તેવું વાતાવરણ આપણે ઉભું કરીશુ.

Mansukh Mandviya, Gujarat , Nai Taalim Sangh, President, Gujarat News, Gujarati News, 25Kalak

કેન્દ્રીય પ્રધાન મનસુખભાઈ એ છેલ્લા દસ વર્ષથી ભાવનગર જિલ્લાની અને અન્ય બુનિયાદી સંસ્થાઓમાં રસ લઈ તેનો વિકાસ કર્યો છે, જેની નોંધ લેતા પદ્મશ્રી અને પીઢ ગાંધીવાદી આગેવાન માલજીભાઈ દેસાઈએ સરાહના કરી હતી. તેમણે કહ્યું હતું કે આઝાદી પછી મોરારજીભાઈ ની સરકાર પછી આ બીજો પ્રસંગ છે કે કેન્દ્ર સરકારના પ્રધાન હોય અને નઈ તાલીમ સંઘના પ્રમુખ બન્યા હોય.

આ પ્રસંગે લોકભારતી સણોસરાના ટ્રસ્ટી અરુણભાઈ દવેએ સ્વાગત પ્રવચનમાં મનસુખભાઇ સાથેના સંસ્મરણોને વાગોળ્યા હતા. તેમજ મનસુખભાઈ ભાઈએ છેલ્લા 20 વર્ષમાં જાહેર જીવનમાં યોજેલી બેટી બચાવો, શિક્ષણ અને ગાંધી વિચાર માટે કરેલી પદયાત્રાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

Mansukh Mandviya, Gujarat , Nai Taalim Sangh, President, Gujarat News, Gujarati News, 25Kalak

ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક રાજેન્દ્રભાઇ ખીમાણીને પણ પ્રસંગોચિક ઉદબોધન કર્યું હતું , તેમણે આગામી દિવસોમાં નઈ તાલીમ સંઘના નાના મોટા પ્રશ્નો ઉકેલવા પણ અપીલ સરકારને કરી હતી નઈ તાલીમ સંઘના હોદ્દેદારો ઉદેસંગહભાઈ નીખિલભાઈ ભટ્ટ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments