25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

વાંસદા નેશનલ પાર્કમાં પચાસ વર્ષમાં પહેલી વખત બે એશિયાટિક વાઇલ્ડ ડોગ જોવા મળ્યા

નવસારી જીલ્લાના સહ્યાદ્રી પર્વતમાળાની તળેટીમાં આવેલા વાંસદા નેશનલપાર્કમાં પચાસ વર્ષમાં પહેલી વખત બે એશિયાટિક વાઇલ્ડ ડોગ જોવા મળ્યા છે. 24 ચોરસકિલોમીટરમાં પથરાયેલા વાંસદા નેશનલ પાર્કમાં ગોઠવેલા કેમેરાઓમાં પહેલી વખત બે ઢોલએટલે કે એશિયાટિક જંગલી કૂતરા હોવાનું ઝડપાયું છે. છેલ્લે 1970મà

dog, wild, national, fiftyyear, vaansada, asiatic, gujrat
નવસારી જીલ્લાના સહ્યાદ્રી પર્વતમાળાની તળેટીમાં આવેલા વાંસદા નેશનલપાર્કમાં પચાસ વર્ષમાં પહેલી વખત બે એશિયાટિક વાઇલ્ડ ડોગ જોવા મળ્યા છે. 24 ચોરસકિલોમીટરમાં પથરાયેલા વાંસદા નેશનલ પાર્કમાં ગોઠવેલા કેમેરાઓમાં પહેલી વખત બે ઢોલએટલે કે એશિયાટિક જંગલી કૂતરા હોવાનું ઝડપાયું છે. છેલ્લે 1970માં વાંસદાનામહારાજા દિગ્વેન્દ્રસિંહજીએ આ એશિયાટિક વાઇલ્ડ ડોગને જોયાનો વિશ્વસનીય પુરાવો છે.

એ બાદ વાંસદા નેશનલ પાર્કમાં તેમની હાજરી જોવા મળી ન હતી. અમારાનવસારીના પ્રતિનિધિ જણાવે છે કે આ વર્ષે પહેલી વખત 20મી ફેબ્રુઆરીમાં ઢોલને જોયાહોવાનું સ્થાનિક મોહંમદ જાટે વન ખાતાને જણાવ્યું હતું. ઢોલ ઇન્ડિયન વાઇલ્ડ લાઇફ(પ્રોટેક્શન) એક્ટ 1972ના શિડ્યૂલ 2 હેઠળ સરંક્ષિત પ્રાણીની યાદીમાં સમાવિષ્ટ છે.દક્ષિણડાંગ ડિવિઝનના ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ દિનેશભાઇ રબારીએ જણાવ્યું કે ઢોલહોવા એ સારા જંગલની નિશાની છે, વળી એ સારું શિકારી પ્રાણી છે. ઢોલ વાઘનો પણ શિકાર કરી જાય એવું સક્ષમપ્રાણી છે. તેની પૂંછડી ટૂંકી અને ગુચ્છાદાર હોય છે, તેના પગપણ ટૂંકા હોય છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments