મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે સવારે સતત નવમી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કેબીનેટ બેઠક યોજાઈ હતી
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે સવારે સતત નવમી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કેબીનેટ બેઠક યોજાઈ હતી. વિવિધ મંત્રીઓએ તેમની કચેરીમાથી કે જ્યાં હોય ત્યાથી બેઠકમાં ભાગ લીધો હતો. રાજકોટ ખાતે કલેક્ટર કચેરીમાં મંત્રી જયેશભાઇ રાદડીયા અને મંત્રી કુંવરજીભાઇ બાવળીયા બેઠકમાં ઉપસ્
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે સવારે સતત નવમી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કેબીનેટ બેઠક યોજાઈ હતી. વિવિધ મંત્રીઓએ તેમની કચેરીમાથી કે જ્યાં હોય ત્યાથી બેઠકમાં ભાગ લીધો હતો. રાજકોટ ખાતે કલેક્ટર કચેરીમાં મંત્રી જયેશભાઇ રાદડીયા અને મંત્રી કુંવરજીભાઇ બાવળીયા બેઠકમાં ઉપસ્થિત રહી ચર્ચા વિચારણામાં સહભાગી થયા હતાં.
બેઠકની શરૂઆતમાં સચિવશ્રી અશ્વિનીકુમારે પ્રેઝન્ટેશન દ્વારા કોવિડના સંદર્ભમાં સમગ્ર રાજ્યનો ચિતાર રજુ કર્યો હતો. જેમાં કોરોના વાયરસના દર્દીઓની વિગત, કાયદો અને વ્યવસ્થા, અનાજ વિતરણ, શ્રમિકોને ટ્રેન દ્વારા વતન પહોંચાડવા, વંદે ભારત મીશનથી વિદેશથી લોકોને પરત લાવવા, એસ.ટી.બસોનું સુચારૂ સંચાલન, ઔદ્યોગિક એકમો, મનરેગા, સુજલામ સુફલામ વગેરે બાબતોની સવિસ્તાર વિગતો રજુ કરી હતી. કોરોના સંક્રમણના સમયમાં આમ પ્રજાના કામોના નિર્ણયો અને અસરકારક પગલા જેવી બાબતો સામુહીક ચર્ચા-વિચારોથી લઇ શકાય તે માટે વિડીયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજાઇ હતી. રાજકોટ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી રેમ્યા મોહન હાજર રહ્યા હતાં.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com