25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

ઇટાલીના આ ગામના લોકોએ પહાડ પર અરિસા કેમ ગોઠવ્યા છે ?

ઇટાલીના મિલાન પાસે આવેલા વિંગલ્લે નામના ગામમાં સૂર્ય ઉગતો કે આથમતો ન હોવાથી અંધારામાં જીવવું પડે છે. હકિકત એવી છે કે જંગલો અને પહાડોની વચ્ચે રહેતા આ ગામમાં સૂરજના કિરણો પહોંચતા નથી. આવી સ્થિતિમાં ગામ લોકોએ પોતાનો સૂરજ બનાવ્યો છે. નવાઇની વાત તો એ છે આ ગામમાં મૂળ સૂરજ નહી પરંતુ લોકોએ અરિàª

ચોતરફના પહાડો હોવાથી લોકએ સૂર્ય પ્રકાશથી વંચિત રહેવું પડે છે. વિંગલ્લે ગામ મિલાનના ઉત્તર ભાગમાં ૧૩૦ કિમી નીચે વસેલું છે.

ઇટાલીના મિલાન પાસે આવેલા વિંગલ્લે નામના ગામમાં સૂર્ય ઉગતો કે આથમતો ન હોવાથી અંધારામાં જીવવું પડે છે. હકિકત એવી છે કે જંગલો અને પહાડોની વચ્ચે રહેતા આ ગામમાં સૂરજના કિરણો પહોંચતા નથી. આવી સ્થિતિમાં ગામ લોકોએ પોતાનો સૂરજ બનાવ્યો છે. નવાઇની વાત તો એ છે આ ગામમાં મૂળ સૂરજ નહી પરંતુ લોકોએ અરિસામાંથી તૈયાર કરેલા સૂર્ય પ્રકાશથી ચલાવે છે. વિંગલ્લે ગામ મિલાનના ઉત્તર ભાગમાં ૧૩૦ કિમી નીચે વસેલું છે.ચોતરફના પહાડો સૂર્યને એવી રીતે કવર કરી લે છે કે આખો દિવસ સૂરજના કિરણોથી વંચિત રહેવું પડે છે.


જો કે વિંગલ્લેમાં રહેતા ૨૦૦ લોકોએ એવું માની લીધું હતું કે અજવાળુંએ પોતાના નસીબમાં જ નથી પરંતુ  ગામના એક એન્જિનિયર અને આર્કિટેકટે ભેગા મળી આ સમસ્યાનો ઉકેલ લાવવા કમર કસી. સરકારમાં આ અંગે રજૂઆત કરીને તેમણે ૧ લાખ યુકો ખર્ચની મદદ મેળવી હતી. આ રકમ વડે ૮ મીટર પહોળો અને ૫ મીટર ઉંચો એક વિશાળ અરિસો અને ઓટોમેટિક ઓપરેટ થાય તેવી સોફટવેર સિસ્ટમ ખરીદી હતી. પહાડો પર ૧૧૦૦ મીટરની ઉંચાઇએ સેટ કરેલા અરિસાનો એંગલ સૂર્યના કિરણોનું રિફલેકશન ગામ પર પડે એ રીતે સેટ કર્યો.આ ઉપરાંત સેટ કરેલા કમ્પ્યૂટર પ્રોગામની મદદથી અરિસો પણ સૂરજની દિશા મુજબ સ્થાન બદલતો રહે છે.ગામ લોકો સૂર્યપ્રકાશની જરુર ના હોય ત્યારે બંધ પણ કરી શકે છે.

લોકો દિવસ દરમિયાન દૂર પહાડ પરથી આવતું અરિસાનું રિફલેકશન જોઇને અંજાઇ જાય છે. જાણે કે સાક્ષાત સૂરજ હોય તેવો અનુભવ થતો હોવાથી લોકોએ અપના સૂરજ એવું નામ આપ્યું છે. 


મિલાન વિસ્તારમાં આવતા લોકો આ ગામની  વિઝિટ લેેવાનું ચૂકતા નથી.આથી લોકોની આવકમાં પણ વધારો થયો છે.એક માહિતી મુજબ પૃથ્વી પર સૂરજ ૧૪૯.૬ મિલિયન કિમીની ઉંચાઇએ ઉગે છે.તેના કિરણોને પૃથ્વી પર આવતા ૮.૧૯ મીનિટ જેટલો સમય લાગે છે. જયારે વિંગ્લ્લે ગામના લોકો માટે સૂરજ બાજુની પહાડી પરથી જ ઉગે છે. તેઓને પ્રકાશની જરુર હોય ત્યારે મેળવી શકે છે અને જરુર ના હોય ત્યારે બંધ પણ કરી શકે છે.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments