બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ગજબ! દેશના આ રાજ્યમાં કોરોના વેક્સિનની એક હજાર રસી કોલ્ડસ્ટોરેજમાં જામી ગઈ, તંત્રએ આપ્યો તપાસનો આદેશ.

દેશમાં કોરોના સામેની લડાઈમાં રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે અને દેશવાસીઓ આતુરતાપૂર્વક તેમને કોરોનાની રસી મળે તેની રાહ જોઈ રહ્યા છે. એવા સમયમાં આસામની સિરકાર મેડિકલ કોલેજ હોસ્પિટલ (એસએમસીએચ)માં કોવિશિલ્ડ રસીના ૧,૦૦૦ ડોઝની ૧૦૦ શીશીઓ જામી ગયેલી સ્થિતિમાં મળી આવી છે.

આસામના સ્વાસ્થ્ય વિભાગે આ અંગે તપાસનો આદેશ આપ્યો છે. આસામના બરાક વેલી સ્થિત મુખ્ય હોસ્પિટલ એસએમસીએચમાં રસીના ડોઝના જામી જવાનું કારણ કોલ્ડ ચેઈન સ્ટોરેજમાં ખામી હોઈ શકે છે.

સ્વાસ્થ્ય વિભાગના નિદેશક મુનીન્દ્ર નાથ નકાતે કહ્યું કે, અમને અહેવાલ મળ્યા છે કે કોવિશિલ્ડ રસીના ડોઝજામી ગયા છે. કોલ્ડ સ્ટોરેજમાં ખામીના કારણે આમ હોઈ શકે છે. તેનું ચોક્કસ કારણ તપાસ થયા પછી જ ખબર પડશે અને તપાસના આદેશ આપી દેવાયા છે.

જામી ગયેલા ડોઝની અસરકારક્તા અંગે તેના પરિણામો માટે તેને પ્રયોગશાળામાં મોકલાશે. સ્થાનિક વિભાગના અધિકારીઓ દ્વારા બેદરકારી દાખવવામાં આવી હશે તો તેમના વિરુદ્ધ આકરી કાર્યવાહી કરાશે.

અધિકારીઓના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા શનિવારે રાજ્યમાં કોવિશિલ્ડ અને કોવેક્સિનની રસીઓ મોકલવામાં આવી હતી, જેને ૨થી ૮ ડિગ્રી તાપમાસનમાં સ્ટોર કરવી પડે છે. આસામને ૨,૨૧,૫૦૦ ડોઝની રસીઓ અપાઈ છે, જેમાં કોવિશિલ્ડના ૨,૦૧,૫૦૦ અને કોવેક્સિનના ૩૦,૦૦૦ ડોઝનો સમાવેશ થાય છે. રાજ્યને પ્રથમ તબક્કામાં ૧,૯૦,૦૦૦ સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે ૩,૮૦,૦૦૦ ડોઝની જરૂર છે.