સુરતની 42 વર્ષીય બાઇકર્સ દુરૈયા તપિયા 26મી થી દેશવ્યાપી ટ્રક રાઇડ પર.
બાઇકર્સ તરીકે વિખ્યાત સુરતની 42 વર્ષીય દુરૈયા તપિયા વધુ એક સાહસ ખેડવા જઈ રહી છે. આજે 26મી જાન્યુઆરી થી દેશવ્યાપી ટ્રક રાઇડ પર નીકળી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન, સશક્ત નારી, સશક્ત ભારત અને આત્મનિર્ભર ભારત મિશનની સાથે જ કોવિડ -19 થી સુરક્ષિત રહેવાના સંદેશાને જનજન સુધી પહોંચાડવા આ દેશવ્યાપી રાઇડનું દુરૈયાએ આયોજન કર્યું છે.
રાઇડ દરમિયાન દુરૈયા તપિયા પોતે સતત 35 દિવસ સુધી ટ્રક ડ્રાઈવ કરશે. આ દરિમયાન તે 13 રાજ્યોના 4500 ગામડાઓ અને 10 હજારથી વધુ કિમી ની સફર ખેડશે.
આ અંગે દૂરૈયા તપીયા એ જણાવ્યું હતું કે આ રાઇડનો ઉદ્દેશ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન, સશકત નારી, સશકત ભારત અને આત્મનિર્ભર અભિયાનને જન જન સુધી પહોંચડવાનો છે. સાથે જ ગામડાઓની પ્રજાને કોવિડ -19 મહામારી પ્રત્યે જાગૃત કરવાનો છે.
આ માટે દરેક ગામડાઓમાં જઈને લોકોને નિશુલ્ક માસ્ક, સેનેટાઇઝેર, પેડ અને ડસ્ટબીન નું વિતરણ કરવાની સાથે જ કોરોના થી કેવી રીતે બચી શકાય તે અંગે જાગૃતિ લાવવા નો પ્રયાસ પણ કરાશે. 13 રાજ્યોની સફર દરમિયાન દુરૈયા જે તે રાજ્યો ના ડેલીગેટ્સ અને મંત્રીઓ અને નેતાઓ પણ મળશે. ઠેક ઠેકાણે દુરૈયાનું સ્વાગત પણ થશે. રાઇડનું અંતિમ ડેસ્ટીનેશન કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી હશે અને ત્યારબાદ સુરત ખાતે રાઇડનું સમાપન થશે. ત્રણ મહિના સુધી ટ્રેનિંગ લઈ લાઈસન્સ મેળવ્યું છે.