બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

સંવેદનશીલ CM રૂપાણીએ ઇજાગ્રસ્ત યુવાનને મદદ કરવા ફરી એક વખત પોતાનો કાફલો રોક્યો..

સંવેદનશીલ CM રૂપાણીએ ઇજાગ્રસ્ત યુવાનને મદદ કરવા ફરી એક વખત પોતાનો કાફલો રોક્યો

અગાઉ અનેક વખત પણ વિજયભાઈ આવી જ રીતે ઉદાહરણ પૂરું પાડી ચૂક્યા છે
અકસ્માતગ્રસ્ત ઇજાગ્રસ્તોને મદદ કરવા cm રૂપાણીએ પોતાનો કાફલો રોકી ને જાતે સૂચનાઓ આપી, ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી હોય, તેવા અનેક ઉદાહરણો છે. લગ્નની જાન લઈ જતો એક ટ્રક અકસ્માતે ખાડામાં ખાબક્યો અને બે ડઝન જાનૈયાના મોત નિપજ્યા તો ગણતરીના કલાકોમાં જ તેમણે જાન માટે એસ.ટી.ની બસ ટોકન દરે ફાળવવાની યોજના જાહેર કરી! અકસ્માતમાં કોઈ મૃત્યુ પામે તો તાત્કાલિક આર્થિક સહાય આપવામાં તેઓ ક્યારેય વાર નથી કરતાં. એમના આવા સંવેદનશીલ અભિગમની ચોતરફ નોંધ લેવાઈ છે. આજે ફરી એક આવી જ ઘટના બની હતી.



ઇજાગ્રસ્ત યુવાનને તત્કાળ હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી, વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ




મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વધુ એક વખત માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડયું છે. વાત જાણે એમ છે કે શનિવારે અમદાવાદ એરપોર્ટ સર્કલ પાસેથી સીએમ વિજય રૂપાણીનો કોન્વોય પસાર થઈ રહ્યો હતો. આ દરમ્યાન તેમની નજર એક એક્ટિવા ચાલક પર પડી કે જેનું એક્ટિવા સ્લીપ થઈ જતા તે ઘાયલ થઈ ગયો. સીએમની નજર પડતા જ તેઓએ તેમનો કાફલો તાત્કાલિક અટકાવીને યુવક પાસે પહોંચી ગયા. 



સીએમ રૂપાણીએ યુવક સાથે વાત કરીને તાત્કાલિક સારવાર કરવા કોન્વોયમાં હાજર સ્ટાફને સૂચના આપી. સીએમની સુચના મળતા જ સુરક્ષા અધિકારીઓએ કાફલાની એમ્બ્યુલન્સમાં જ અકસ્માતમાં ઘાયલ યુવકને ઈમરજન્સી સારવાર આપી. બાદમાં યુવકને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો.