બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

બ્રિટનના કોરોના સ્ટ્રેન સામે પણ કોવેક્સિન પ્રભાવી : ભારત બાયોટેકનો દાવો.

ભારત બાયોટેક દાવો કર્યો છે કે તેમની કોરોના વેક્સિન કોવેક્સિન બ્રિટનના કોરોના વાયરસ સ્ટ્રેન ઉપર પણ કારગત છે. આ પહેલા અમેરિકી કંપની ફાઇજરે પણ આવો જ દાવો કર્યો હતો. ત્યારે હવે ભારત બાયોટેકે પણ કહ્યું છે કે તેમની વેક્સિન બ્રિટનના સ્ટ્રેનને ન્યુટ્રલ એટલે કે નિષ્ક્રિય કરે છે. કોરોના મહામારીના આ નવા સ્ટ્રેનના કારણે ફરીથી કોરોનાનો કહેર શરુ થયો છે. આ નવો સ્ટ્રેન કોરોના વાયરસના વુહાન સ્ટ્રેનની સરખામણીમાં 70 ગણો વધારે ચેપી છે.

ભારત બાયોટેકે એક ટ્વિટ કરીને જણાવ્યું છે કે કોવેક્સિન પ્રભાવી રીતે Sars-CoV2ના નવા સ્ટ્રેનને પણ નિષ્ક્રિય કરે છે. ઉત્પરિવર્તી વાયરસથી બચાવ માટે વધારે મજબૂત કરે છે. bioRxiv ના રિવ્યુમાં પણ કંપનીના આ દાવાનું સમર્થન કરવામાં આવ્યું છે. bioRxivને ન્યુયોર્કના કોલ્ડ સ્રિંગ હાર્બર લૈબ ઓપરેટ કરે છે.

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે કોવેક્સિનનો પ્રયોગ 26 લોકો પર કરવામાં આવ્યો હતો અને સામે આવ્યું હતું કે તે બ્રિટનના સ્ટ્રેન ઉપર પણ પ્રભાવી છે. ઉલ્લેખનીય છે કે કોવેક્સિન અત્યારે ભારતની એકમાત્ર સ્વદેશી વેક્સિન છે. જેને ભારતની ફાર્મા કંપની ભારત બાયોટેક અને ઇન્ડિયન કાઉંસિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા તૈયાર કરવમાં આવી છે. ભારત સરકારે આ વેક્સિનને ભારતમાં ઇમરજન્સી યુઝ માટેની મંજૂરી પણ આપી છે.