બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ખેડૂતો 26મી જાન્યુઆરીએ પરેડમાં દખલ નહીં કરી શકે, થ્રી ટાયર સિક્યોરિટી બંદોબસ્ત કરાઇ રહ્યો છે

છેલ્લા છપ્પન દિવસથી દિલ્હીના સીમાડે અડ્ડો જમાવી બેઠેલા કહેવાતા હજારો ખેડૂતો 26મી જાન્યુઆરીએ યોજાતી પ્રજાસત્તાક દિન પરેડમાં ટિકિટ ખરીદીને કે બીજી કોઇ રીતે દખલ નહીં કરી શકે એવી માહિતી મળી હતી.

આ વખતની પરેડમાં દિલ્હી પોલીસ થ્રી ટાયર સિક્યોરિટી ગોઠવી રહી હતી. આમ પણ સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને ઑથોરિટી આપી દીધી હતી કે દિલ્હીમાં કોને પ્રવેશ આપવો અને ન આપવો એ દિલ્હી પોલીસ નક્કી કરશે. સુપ્રીમ કોર્ટના આ આદેશ પછી જાણકારો એવો મત ધરાવતા થયા હતા કે પ્રજાસત્તાક દિને બંને પક્ષો વચ્ચે અથડામણ થવાની શક્યતા છે.

કોઇ વ્યક્તિ એન્ક્લોઝરમાંથી ઊઠીને સરકવા જશે તો દિલ્હી પોલીસના જવાન એને તરત પકડી લેશે. હિંસક અથડામણની શક્યતા જોતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહના નિવાસસ્થાને સિક્યોરિટી વધારી દેવામાં આવી હતી. દિલ્હી પોલીસે વિચારેલી થ્રી ટાયર સિક્યોરિટી આ પ્રકારની હશે. એક પોલીસ ટુકડી હાલ દિલ્હીના જે સીમાડે છે ત્યાં રોકી દેવાનો પ્રયાસ કરશે, દિલ્હીની તમામ સરહદો પર બેરીકેડ્સ લગાવી દેવામાં આવશે, બીજે તબક્કે રાજમાર્ગ પર જવાના તમામ માર્ગો પર નાકાબંધી કરી દેવામાં આવશે. પરેડની ટિકિટ લઇને અંદર આવનારા દરેકે ટિકિટ ખરીદતી વખતે દેખાડેલું પોતાનું ઓળખપત્ર પોલીસને દેખાડવું પડશે. આ વખતે કોઇને ફ્રી પાસ આપવામાં નહીં આવે.

એન્ક્લોઝરમાં બેઠેલી દરેક વ્યક્તિના હાવભાવ પર સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવશે. કોઇ વ્યક્તિ જરા પણ શંકાસ્પદ હિલચાલ કરતી દેખાય તો એને તરત પકડી લેવામાં આવશે. દરમિયાન તમામ વીઆઇપીઓની સિક્યોરિટી વધારી દેવામાં આવી હતી. પંત માર્ગ પર આવેલા ગુરુદ્વાર રકબગંજની આસપાસ પણ સિક્યોરિટી વધારી દેવામાં આવી હતી. ગુરુદ્વાર રકબગંજની આસપાસ ખેડૂતોની અવરજવર વધુ જોવા મળી હતી અને એમની સૌથી વધુ બેઠકો પણ ગુરુદ્વારમાં થઇ હતી એટલે આ ગુરુદ્વારની આસપાસની સિક્યોરિટી પણ વધારી દેવામાં આવી હતી. અત્યારથી કેટલાક માર્ગો પર પિકેટ લગાડીને ચોવીસે કલાક ચેકિંગ ચાલુ કરી દેવામાં આવ્યું હતું.

સિક્યોરિટી વધારી દેવાનું એક કારણ એ પણ છે કે પ્રજાસત્તાક દિનની આસપાસ આતંકવાદીઓ હુમલો કરવાનું કાવતરું રચી રહ્યા હોવાની બાતમી ગુપ્તચર ખાતાને મળી હતી.