બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ગુગલ 2022થી ભારતીય એપ પાસેથી વસુલશે 30 ટકા કમિશન

અમેરિકાની મલ્ટિનેશનલ કંપની ગુગલે (Alphabet Inc) નવી બિલિંગ સિસ્ટમથી ભારતીય એપ ડેવલપરને વધું છ મહિનાની રાહત આપી છે, પરંતું જે પ્રકારે કંપની માર્ચ 2020થી 30 ટકા કમિશન વસુલવાનાં ને લઇને મક્કમ છે, આ બાબત મોટા વિવાદનું સ્વરૂપ લઇ શકે છે.


ગુગલની નિતીઓથી ભારતીય સ્ટાર્ટઅપમાં ઘણી નારાજગી છે, ભારતે દિગ્ગજ પેમેન્ટ કંપની પેટીએમ સાથે તાજેતરમાં જ વિવાદ થયો હતો, જેણે ચર્ચા  જગાવી હતી, પહેલા ગુગલે 30 ટકા કમિશન લગાવવાનો નિર્ણય 30 સપ્ટેમ્બર 2021થી લાગુ કરવાનું એલાન કર્યું હતું.


ગુગલનું કહેવું છે કે તે ભારતીય ડેવેસપર્સ પાસેથી 31 માર્ચ 2020થી ઇન-એપ પર્ચેજ ( એટલે કે એપ  દ્વારા થતું ખરીદ-વેચાણ) પર 30 ટકા કમિશન લાગશે, કંપનીનું કહેવું છે કે તેને સ્થાનિક જરૂરીયાતો અને ચિંતાઓનું ધ્યાન છે.

થોડા દિવસ પહેલા ગુગલે ટોચની પેમેન્ટ એપ Paytmને કેટલાક દિવસ પહેલા ડાઉન કરી હતી, ગુગલનું કહેવું હતું કે Paytmએ તેના પ્લે સ્ટોરની નિતીઓનું ઉલ્લંખન કર્યું છે, જેની પેટીએમની સ્થાપક વિજય શેખર શર્માએ તથા અન્ય ઉદ્યોગપતિઓએ ટીકા કરી હતી, હવે Paytm એક મિની એપ બેંકનો વિકાસ કર્યો છે, જેને લઇને ગુગલની મુંઝવણ વધી જશે, જો  કે Paytmનું કહેવું છે  કે આ તેમનું ફિચર માત્ર છે અને તે કોઇ એપ સ્ટોર નથી.


અત્રે ઉલ્લેખનિય છે કે લગભગ 99 ટકા ભારતીય સ્માર્ટ ફોન ગુગલની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર  ચાલી રહ્યા છે, ભારતીય સ્ટાર્ટઅપનું કહેવું છે કે ગુગલ આ અંગે વધું પડતું નિયંત્રણ રાખે છે, અને તે કયા પ્રકારની એપ હશે, કઇ પ્રકારની સેવા આપશે, તમામ પર પોતાનું નિયંત્રણ રાખવાનાં પ્રયાસ કરેશે, જો કે ગુગલ તેનો ઇન્કાર કરે છે.


ભારતીય સ્ટાર્ટઅપ એકસાથે ગુગલને પડકારવાની તૈયારી કરી રહ્યા છે, તે પહેલા ગુગલે 30 ટકા કમિશન લગાવવાનો નિર્ણય 30 સપ્ટેમ્બર 2021થી જ લાગુ કરવાની ઘોષણા કરી હતી,  જેના વિરૂધ્ધ ભારતીય સ્ટાર્ટઅપે કોર્ટ અને સરકારને ફરિયાદ કરી હતી, તેનું માનવું છે કે ગુગલ પ્લે સ્ટોરની નિતીઓ તેમના બિઝનેસને ઘણું નુકસાન પહોંચાડી શકે છે.


ગુગલે એક બ્લોગ પોસ્ટમાં કહ્યું અમે ત્યા સુધી સફળ નથી થઇ શક્તા જ્યાં સુધી અમારા પાર્ટનર સફળ નથી થતા, ગુગલે કહ્યું તે અગ્રણી ભારતીય સ્ટાર્ટઅપ માટે લિસનિંગ સેસનનું આયોજન કરશે, ગુગલે કહ્યું કે હવે દુનિયામાં માત્ર 3 જ એપ એવા બચ્યા છે જે તેમની નિતીઓનું પાલન નથી કરી રહ્યાં.