બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

સલમાન ખાને સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ સાથે શેર કરેલા ફોટામાં એવું તો શું જોવા મળ્યું કે લોકો ટ્રોલ કરવા લાગ્યા

બોલિવૂડના દબંગ એટલે કે સલમાન ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે દરરોજ તેના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે રસપ્રદ પોસ્ટ શેર કરતા જોવા મળે છે. ત્યારે આવા સમયે તેણે પોતાના સોશિયલ એકાઉન્ટ પર સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ ચાનુ સાથે ફોટો શેર કરીને ચાહકોને મોટી સરપ્રાઈઝ આપી હતી. આ ફોટા દ્વારા સલમાને મીરાબાઈને શુભેચ્છા પાઠવી છે પરંતુ આ ફોટામાં જોવા મળતા કાળા હરણના મામલે ઘણા લોકો સલમાનને ટ્રોલ કરતા પણ જોવા મળ્યા હતા.

સલમાન ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તે વેટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ ચાનુ સાથે કેમેરા સામે પોઝ આપતો જોવા મળી રહ્યો છે. સલમાન અને મીરાબાઈની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. સલમાન અને મીરાબાઈના ચાહકો આ પોસ્ટ પર કોમેન્ટ કરીને ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે. 

આ ફોટો શેર કરતા સલમાન ખાને કેપ્શનમાં લખ્યું - 'હું તમારા સિલ્વર મેડલ જીતવા પર ખૂબ ખુશ છું મીરાબાઈ ચાનુ ... તમને મળીને આનંદ થયો ... ખુબ શુભેચ્છાઓ'. સલમાનની આ પોસ્ટ પર અનેક સેલિબ્રિટીઝની પ્રતિક્રિયાઓ પણ મળી રહી છે.

સલમાન ખાનના આ ફોટા પર એક તરફ સકારાત્મકતા જોવા મળી રહી છે જ્યારે બીજી બાજુ ઘણા લોકો તેને ટ્રોલ કરતા પણ જોવા મળે છે. સલમાનના કપડાં પર કાળા હરણની તસવીર દેખાય છે. જેના કારણે ઘણા લોકો ટિપ્પણીઓમાં તેની મજાક ઉડાવતા જોવા મળે છે. એક યુઝરે લખ્યું -'કાળુ હરણ અને તે પણ મફલર પર' જ્યારે અન્ય યુઝરે લખ્યું - 'હરણ શેતાનની પાછળ અને શેતાન હરણની પાછળ...’