શું પૃથ્વી પર પ્રલય આવવાનો સમય કયારનોય પાકી ગયો છે ?
સદીઓથી માનવજાત પ્રલયની કલ્પના કરતી આવી છે. ધાર્મિક પુસ્તકોમાં પણ જુદા જુદા સંદર્ભોને પાપ પૂણ્ય સાથે જોડીને પ્રલયનો ઉલ્લેખ જોવા મળે છે.આમ જોવા જઇએ તો જે સજીવ કે નિર્જીવ વસ્તુનું નિર્માણ થાય છે તે સાસ્વત નથી તેનો એકને એક દિવસ વિનાશ જરુર થાય છે. હોલીવુડમાં પ્રલય પર આધારિત અનેક ફિલ્મો બની છે પરંતુ વિજ્ઞાાનની એરણ પર ચકાસવામાં આવે તો પણ કેટલાક વિજ્ઞાાનીઓનું માનવું છે કે પૃથ્વી પરના પ્રલયનું આંકલન કરી શકાય છે. સામાન્ય રીતે એવું ધ્યાનમાં આવ્યું છે કે પૃથ્વી પર ૨.૭ કરોડ વર્ષમાં એક વાર ભીષણ વિનાશકારી ઘટના બને છે.
છેલ્લે ૬ કરોડ વર્ષ પહેલા કદાંચ એક એસ્ટરોઇડ કે ધૂમકેતુ પૃથ્વી પર પડવાથી ડાયનાસોર જેવા વિરાળ કદના પ્રાણીઓની પ્રજાતિઓનો નાશ થયો હતો. એ રીતે જોવામાં આવે તો પ્રલય (હોલોકોસ્ટ)નો સમય કયારનોય પસાર થઇ ગયો છે. ન્યૂર્યોક યૂનિવર્સિટીના પ્રોફેસર અને સ્ટડી લેખક માઇકલ રેમ્પીનોનું માનવું છે કે ૨.૭ કરોડ દરમિયાન ખૂબ મોટી વિનાશકારી ઘટના પાતાળ કે આકાશમાંથી ઉદભવે છે. પાતાળમાંથી લાવા અને આકાશમાંથી ધૂમકેતુએ સૌથી મોટા ઓબ્જેકટ ગણી શકાય છે.
નવા સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ મુજબ અમેરિકાના સંશોધકોના ધ્યાનમાં આવ્યું છે કે પૃથ્વી પરની સમગ્ર જીવ સૃષ્ટિનો ખાતમો બોલાવનારા ધૂમકેતુઓ ૨.૬ થી ૩ કરોડ વર્ષ દરમિયાન ગેલેકસી પાસેથી પસાર થાય છે.જો આ ધૂમકેતું પૃથ્વી સાથે ટકરાય તો સમગ્ર દુનિયામાં અંધકાર,જંગલોમાં આગ અને એસિડ વરસાદ થાય છે. જમીન અને દરિયામાં રહેતા જીવો અચાનક જ મરવા લાગે છે. વૈજ્ઞાાનિકોનું માનવું છે કે જયારે પૃથ્વી પરથી લાવા બહાર નિકળ્યો ત્યારે જમીન અને પાણી પર એક સાથે વિનાશ થયો હતો. આકાશ ગંગામાં આપણો ગ્રહ જે રીતે ચકકર લગાવી રહયો છે તે જોતા ખતરો મંડાયેલો જ રહે છે.