માત્ર દાંતથી જ ઉઠાવી લીધી ટેબલ સહિત તેના પર બેઠેલી છોકરીને!
શું કોઇ વ્યક્તિના દાંત અને જડબું એટલું મજબૂત હોઇ શકે છે કે તે પોતાના દાંતથી એક મોટું ટેબલ ઉઠાવી શકે છે? આટલું જ નહીં ટેબલ પર એક છોકરીને પણ બેસાડીને આખું ટેબલ માત્ર પોતાના દાંતથી જ ઉઠાવીને ચાલવા લાગે તો તે સાંભળીને ચોક્કસ નવાઇ લાગશે. પરંતુ આ તદ્દન સાચું છે. સ્પેનના મેડ્રિડમાં ફેબ્રુઆરી 2008માં બનાવવામાં આવેલ આ વિશ્વ રેકોર્ડ ઘણો અજીબ છે.
કોઇ ટેબલને હાથથી ઉઠાવવું પણ મુશ્કેલીભર્યુ હોય છે. મોટાભાગે પોતાના ઘરના ટેબલને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં બે લોકોની જરૂર પડતી હોય છે પરંતુ જૉર્જેસ ક્રિસ્ટન નામના એક વ્યક્તિએ 12 કિલો વજનનાં ટેબલ પર 50 કિલોની યુવતીને બેસાડીને ટેબલને માત્ર પોતાના દાંતથી જ ઉઠાવી લે છે. ક્રિસ્ટન યૂરોપના દેશ લક્ઝમબર્ગની રાજધાની લક્ઝમબર્ગ સિટીમાં રહે છે.
જોર્જેસ ક્રિસ્ટને ન માત્ર પોતાના દાંતથી ટેબલને ઉઠાવ્યું પરંતુ 11.80 મીટર એટલે કે 38 ફૂટ 8 ઇંચ સુધી ચાલીને પણ ગયો. સ્પેનમાં આયોજિત આ શો ને 'લો શો દેઇ રેકોર્ડ' કહેવામાં આવ્યો છે, જે ગિનીજ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં પણ ક્રિસ્ટનનો રેકોર્ડ નોંધાઇ ચુક્યો છે. તેમણે કુલ 62 કિલો વજનને પોતાના દાંતથી ઉઠાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ભારતમાં પણ હૈમર હેડમેન તેમજ ખતરનાક સ્ટંટના બાદશાહ ધર્મેન્દ્ર નામના વ્યક્તિએ પોતાના દાંતની મજબૂતી દર્શાવતાં ઇતિહાસ રચી દીધો હતો. બિહારના કૈમૂર જિલ્લામાં રહેતાં ધર્મેન્દ્રે એક મિનિટમાં દાંતની મદદથી 15 લોખંડના સળિયા વાળીને અમેરિકાનો રેકૉર્ડ બ્રેક કર્યો હતો.. આ પહેલાં પણ તેમણે માથાથી લોખંડના સળિયા વાળીને ગિનીજ બુક ઑફ રેકોર્ડમાં પોતાનું સ્થાન હાંસલ કરીને વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરાવ્યો હતો.