નવરાત્રિ,દશેરા-દીવાળીની ઉજવણી અંગે મોદી સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોરોના મહામારીને ધ્યાને રાખીને તાહેવારોની સીઝનમાં સાવચેતી રાખવા માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. નવી ગાઈડલાઈન્સ હેઠળ કંટેનમેંટ ઝોનની અંદર કોઈ પણ તહેવારના કાર્યક્રમોનું આયોજન કરવામાં નહીં આવે.
આ સાથે જ પુજા, મેળા, રેલીઓ, પ્રદર્શની, સાંસ્કૃતિક કાર્યક્રમોને લઈને પણ વિશેષ આદેશ દેવામાં આવ્યાં છે ઉત્સવોની ઉજવણીની પણ ફક્ત કન્ટેનમેન્ટ ઝોનની બહાર જ મંજૂરી આપવામાં આવશે. કન્ટેન્ટ ઝોનમાંથી આયોજકો / સ્ટાફ / મુલાકાતીઓને મંજૂરી આપવામાં આવશે નહીં.
ઉત્સવોની ઉજવણી દરમિયાન 65 વર્ષથી વધુની વયની વ્યકિતઓ અને ગર્ભવતી મહિલાઓ તેમજ 10 વર્ષથી નાની વયના બાળકોને ઘરમાં જ રહેવા સલાહ આપવામાં આવી છે.
જલ્દી નવરાત્રી શરૂ થવાની છે. અને સમગ્ર દેશમાં પડાંલ લગાવવામાં આવે છે. તે સિવાય અનેક પ્રકારના મેળા અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, ગાઈડલાઈન્સ પ્રમાણે ધાર્મિક કાર્યક્રમો માટે પ્લાનિંગ કરવી પડશે અને ભીડ ભાડ અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પુરૂ ધ્યાન રાખવું પડશે.